![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-102.jpg)
બનાસકાંઠા જિલ્લામાં લાખણી અને દાંતીવાડામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લાની જીવાદોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસ નદીમાં વધારે પાણી આવતા પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 03 મિમી, કાંકરેજમાં 05 મિમી, ડીસામાં 56 મિમી, થરાદમાં 04 મિમી, દાંતામાં 14 મિમી, દાંતીવાડામાં 67 મિમી, દિયોદરમાં 08 મિમી, ધાનેરામાં 25 મિમી, પાલનપુરમાં 20 મિમી, ભાભરમાં 01 મિમી, લાખણીમાં 70 મિમી, વડગામમાં 09 મિમી, વાવમાં 06 મિમી અને સુઈગામમાં 02 મિમી વરસાદ નોંધાયો છે