બનાસકાંઠામાં છોકરા ઉપાડતી ગેંગના ફોટા અને લખાણને જિલ્લા પોલીસ વડાએ અફવા ગણાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર અને વડગામ સહિતના પંથકમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા બાળકો અને મહિલાઓમાં ભય જોવા મળી રહ્યો છે. જોકે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજ દિન સુધી પોલીસના ધ્યાનમાં આવો કોઈ બનાવ આવ્યો નથી. આવા મેસેજ પર ધ્યાન ન આપવું અને જો કોઇ શંકાસ્પદ લાગે તો અમારા કંટ્રોલરૂમ 100 નંબર પર કોલ કરે.

બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં છોકરા ઉપાડી ગેંગના ફોટા અને લખાણ વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ફોટા મેસેજ દ્વારા અનેક પ્રકારની લોકોમાં ચર્ચાઓ વહેતી થઇ છે. જેને લઈ જિલ્લા પોલીસ વડાએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી સ્પષ્ટતા કરી છે કે, આવા કોઈ ભડકાઉ મેસેજ સાચા ન માનવા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.