પીવી સિંધુએ ફાઈનલમા ગોલ્ડમેડલ જીત્યો

Sports
Sports

ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે.જેમાં તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની મિશેલ લીને સતત બે ગેમમાં કારમી હાર આપી છે.આમ પી.વી સિંધુએ ફાઈનલમા જીતીને ભારતને 19મો ગોલ્ડમેડલ અપાવ્યો છે.જેમાં પ્રથમ ગેમમા મિશેલે થોડી ટક્કર આપી હતી,પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં.જેમાં બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13થી જીતી લીધી.આ સાથે સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પ્રથમ ગોલ્ડ જીત્યો છે.આમ બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પી.વી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે,જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.પી.વી સિંધુ અને મિશેલ લી અગાઉ એકબીજા સામે 10વાર રમી ચૂક્યા છે.જેમાં પી.વી સિંધુએ 8 વાર મેચ જીતી છે,જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. આમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પી.વી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા.આ મેચને સિંધુએ 21-19,21-17 થી પોતાના નામે કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.