ધાનેરામાં માસ્ક ન પહેરનાર લોકો સામે તંત્રની કાર્યવાહી
રખેવાળ ન્યુઝ ધાનેરા: ધાનેરાના સ્થાનિક તંત્ર દ્વારા જાહેર રસ્તા પર અવરજવર કરતા લોકો તેમજ વાહન ચાલકો સામે લાલઆંખ કરી હતી. વહેલી સવારથી મામલતદાર બી. એસ.ખરાડી તેમજ તેમની ટીમ, નગરપાલિકામાંથી રામભાઈ સોલંકી તેમજ તેમની ટીમ અને ધાનેરા પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઇ ડી.જે.મરડ તેમજ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા માયારામ રાઠોડ અને તેમની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં જે લોકો માસ્ક વગર નજરે ચડે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને જેના મોઢે માસ્ક ન હોય તેની પાસેથી દંડ પેટે ૨૦૦ રૂપિયા વસૂલ્યા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનદારો પાસેથી પણ દંડ વસુલ્યો હતો.