દેશમાં કોરોના સંખ્યા વધીને ૩ લાખ ૯૬ હજાર ૬૬૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૪૭૨૧ કેસ સામે આવ્યા.
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૩ લાખ ૯૬ હજાર ૬૬૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૪૭૨૧ કેસ સામે આવ્યા છે. સાથે જ ૯૦૨૬ દર્દી સાજા પણ થયા છે. સારા સમાચાર તો એ છે કે દેશમાં ૨૪ રાજ્ય એવા છે, જ્યાં સાજા થયેલા લોકોની સંખ્યા સંક્રમિત થયેલા દર્દીઓ કરતા વધારે થઈ ગઈ છે.
તો બીજી બાજુ દિલ્હીથી ખરાબ સમાચાર મળી રહ્યા છે કે અહીંયા દર્દીઓની સંખ્યા ૫૦ હજારને પાર પહોંચી ગઈ છે. શુક્રવારે રાજધાનીમાં ૩૧૩૭ દર્દી વધ્યા હતા. જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. સાથે જ ૬૬ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજધાનીમાં મૃત્યુઆંક ૨૦૩૫એ પહોંચ્યો છે.
દેશમાં શુક્રવારે ૩૬૫ લોકોના મોત થયા હતા. જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૧૬૫ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. તમિલનાડુમાં સતત ત્રીજા દિવસે ૨ હજાર દર્દી વધ્યા હતા. અહીંયા શુક્રવારે ૨૧૧૫ નવા સંક્રમિત મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ૮૦૯, ગુજરાતમાં ૫૪૦, હરિયાણામાં ૫૨૫, રાજસ્થાનમાં ૨૯૯, મધ્યપ્રદેશમાં ૧૫૬ કેસ સામે આવ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્યો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
મહારાષ્ટ્રઃ રાજ્યમાં શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે ૩૮૨૭ દર્દી મળ્યા, જ્યારે ૧૪૨ દર્દીઓના મોત થયા. સાથે જ ૧૯૩૫ દર્દી સાજા પણ થયા હતા. આ સાથે જ રાજ્યમાં હોસ્પિટલથી ડિસચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૬૨ હજાર ૭૭૩ થઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશઃ છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૯ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. કુલ એક્ટિવ કેસ ૬૦૯૨ છે. ડિસચાર્જ લોકોની સંખ્યા ૯૯૯૫ અને મૃતકોની કુલ સંખ્યા ૫૦૭ છે. સહારનપુરમાં શુક્રવારે ૨૫ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ જિલ્લામાં દર્દીઓની સંખ્યા વધીને ૩૩૦ થઈ ગઈ છે.
રાજસ્થાનઃ અહીંયા શુક્રવારે ૨૯૯ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ભરતપુરમાં ૫૫, જયપુરમાં ૩૩, જોધપુરમાં ૩૮ પાલીમાં ૨૪, નાગૌરમાં ૧૬, અલવર, ઝૂંઝૂનૂ અને ભીલવાડામાં ૧૪-૧૪ દર્દી મળ્યા હતા. રાજ્યમાં આ વાઈરસથી અત્યાર સુધી ૩૩૩ લોકોના મોત થઈ ચુક્યા છે.
બિહારઃ બિહારમાં શુક્રવારે ૨૫૦ કોરોના પોઝિટિવ દર્દી મળ્યા હતા, જ્યારે પાંચ દર્દીઓના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, ગોપાલગંજમાં ૩૫, બક્સરમાં ૩૬, સીવાનમાં ૧૯, પટનામાં ૧૫, બેગૂસરાયમાં ૧૨, મુઝફ્ફરપુરમાં ૧૫ અને નવાદામાં ૮ દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી ૫૦૯૮ દર્દી સાજા થયા છે.
.