PMOએ કહ્યું- વડાપ્રધાનના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને વિવાદ ઉભો ન કરો, તેમણે ૧૫ જૂનની અથડામણની વાત કહી હતી.
ચીનના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે વિવાદ થયો હતો. હવે વડાપ્રધાન કાર્યલયે તે નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે.PMOએ કહ્યું છે કે વડાપ્રધાનના નિવેદનને અયોગ્ય રીતે રજૂ કરીને વિવાદ ઉભો કરવામા આવી રહ્યો છે.
શુક્રવારે આયોજિત થયેલી સર્વપક્ષીય બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે લદ્દાખમાં આપણી બોર્ડરમાં કોઇ ઘુસ્યું નથી. આપણી કોઇ પોસ્ટ પણ કોઇના કબ્જામાં નથી.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે પૂછ્યું- જો વડાપ્રધાનની વાત સાચી હોય કે ભારતની સીમામાં કોઇ ચીનનો સૈનિક ઘુસ્યો ન હતો, તો પછી અથડામણ શા માટે થઇ? ૨૦ જવાન શહીદ કેમ થયા ? બન્ને દેશો વચ્ચે વાતચીત શેના માટે થઇ રહી હતી? રાહુલ ગાંધીએ પણ આ પ્રકારના સવાલ પૂછ્યા હતા. રાહુલે કહ્યું કે વડાપ્રધાને ચીનના હુમલા સામે સરેન્ડર કરી દીધું છે.
સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને ૧૫ જૂનની અથડામણ અંગે રેફરન્સમાં નિવેદન આપ્યું હતું. તેમનો અર્થ એ હતો કે આપણા જવાનોની બહાદુરીના લીધે તે દિવસે ચીનનો કોઇ સૈનિક આપણી સીમામાં પ્રવેશ કરી શક્યો ન હતો. આપણા જવાનોએ બલિદાન આપીને ચીનની ઘુસણખોરીને અસફળ બનાવી હતી.