અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટી બંદૂક સાથે એક શખસને ઝડપી પાડ્યો

Other
Other

અમીરગઢ પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એસ.ઓ.જીએ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દેશી બનાવટની બંદૂક સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી પોલીસ કોસ્ટેબલ હસમુખ દાનને મળેલી બાતમીના આધારે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાપરા ગામની સીમમાં રહેતા પુનાભાઈ ભગોરા પાસેથી દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી હતી.

બીજી તરફ અમીરગઢ પોલીસે ગંગાસાગર હોટેલ પ્રાઈમ પોઇન્ટ નજીક હાઇવે રોડ પર નાકાબંધી કરી વોચમાં હતા. આ દરમિયાન બાતમીના આધારે ગ્રે કલરની ગાડી આવતા તેની તપાસ કરતા વચ્ચેની શીટમાં તથા પાછળના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બોટલ નંગ 722 જેની કિંમત 1 લાખ 22 હાજર 300 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ તેમજ ગાડી મળી કુલ 6 લાખ 26 હાજર 800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી મહમદ સાજીદ નાસીર મહમંદ વિરુદ્ધ પ્રોહિંબિશન મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.