બનાસકાંઠામાં ૫૦૦થી વધુ તબીબોએ હોસ્પિટલ બંધ રાખી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકારે હોસ્પિટલોમાં આઇસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવા માટે હોસ્પિટલોને નોટિસો આપતા તબીબો લાલઘૂમ થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સમર્થનમાં પાલનપુર – ડીસા સહિત સમગ્ર બનાસકાંઠાના તબીબોએ તમામ હોસ્પિટલો બંધ રાખી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સરકારને આ ર્નિણય પાછો ખેંચી લેવા રજૂઆત કરાઇ હતી. ડીસામાં ૧૭૦ થી વધુ ડોક્ટરોએ પોતાની હોસ્પિટલો બંધ રાખી હડતાલમાં જાેડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં આજે ૫૦૦ થી વધુ ડોક્ટરો એ પોતાની હોસ્પિટલો બંધ રાખી હડતાલ માંજાેડાયા હતા. ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરી રાજ્ય સરકારને હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ પર રાખવુ જાેઈએ તેમજ કાચના ગ્લાસ દૂર કરવા સહિતની જાેગવાઈઓ લાગુ કરવા માટે સૂચના આપી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે તમામ હોસ્પિટલો ને સાત દિવસમાં આદેશનું પાલન કરવામાટે ની નોટિસ આપવામાં આવી રહી છે. આ ર્નિણય ના વિરુદ્ધમાં આઈએમએ ગુજરાતના ૩૦,૦૦૦ થી વધુ ડોક્ટરો જાેડાયા છે અને ૪૦૦૦ થી વધુ હોસ્પિટલોમાં ૨૪ કલાક સુધી તમામ પ્રકારની સેવાઓ બંધ રાખવામાં આવી છે. ના સમર્થનમાં પાલનપુર – ડીસા આઈ.એમ.એ. ના તમામ ડોક્ટરો પણ જાેડાયા હતા. આ લડતમાં બનાસકાંઠા માં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલો, લેબોરેટરી, નર્સિંગ હોમ, પ્રસુતિ ગૃહ, ઓપીડી અને ઇમર્જન્સી સહિત તમામસેવાઓ બંધ રાખી ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો. ડીસામાં પણ ડોક્ટરોએ તમામ હોસ્પિટલો બંધ રાખી નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને સરકારને આ ર્નિણય પાછો ખેંચી લેવા રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.