અમદાવાદમાં બે ભાઈઓ સહિત ૬ સભ્યોની આત્મહત્યા : હાહાકાર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : વ્હેલી સવારે વટવાના પ્રયોસા રેસીડેન્સીમાં ચાર બાળકો સહિત ૬ લોકોના મૃતદેહ મળ્યા : ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલે બાળકોને ફરવા લઈ જવાનું કહી નીકળ્યા બાદ ફલેટમાં આવી બાળકોની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ પણ આપઘાત કરી લીધો : આત્મહત્યાનું કારણ અકબંધ : પોલીસ તપાસનો ધમધમાટ

શહેરના વિંઝોલ વસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસીડેન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત ૬ લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી અકિલા તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કીર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યુ છે. બંને ભાઈઓ અકીલા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. ફરવા લઈ જવાનું કહી બાળકોને લઈ ઘરેથી નીકળ્યા હતા અને વિંઝોલમાં ફલેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો.

આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારીક કારણ હોય શકે છે. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. વ્હેલી સવારે ત્રણેક કલાકે બહાર આવેલ આ ઘટનામાં ચાર બાળકો સહિત અન્ય બે લોકોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું ખુલ્યુ છે. પોલીસે તમામ મૃતદેહોને વીએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાનું જાણવા મળે છે. પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પટેલ પરિવારના ૬ સભ્યોનો સામુહિક મૃત્યુનો ચકચારી મામલોઃ પ્રથમ ગૌરાંગ-મયુર-કિર્ત-ધ્રુવ અને સાનવીના મોત નિપજાવી બંન્ને ભાઇઓએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું રાજકોટઃ અમદાવાદ શહેર ના વટવા જીઆઇડીસી વિસ્તાર માં આવેલ પ્રયોષા રેસિડેન્સીમાં એક જ પરિવારના ૨ ભાઈઓ જેઓના નામ

(૧) ગૌરાંગ પટેલ તથા (૨) અંબરીશ પટેલ કે જેઓ કાપડની દુકાન માં નોકરી કરતા હતા અને પોતે ગઈ રાત્રીના સમયે પોતાના ૪ બાળકો નામે (૧)મયુર પટેલ (૨) કિર્ત પટેલ (૩)ધ્રુવ પટેલ તથા (૪) સાનવી પટેલ નાઓ ને બહાર ફરવા જઈએ છીએ એમ કહી વિઝોલ વિસ્તારના પોતાના બીજા ફ્લેટ પ્રયોષા એપાર્ટમેન્ટ ખાતે આવી પહેલા પોતાના બાળકોના મોત નિપજાવેલ ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલાનું જાણવા મળેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.