પાલનપુર: ડમ્પરની અડફેટે ઇકો દબાઇ ગઇ, ચાલકનું મોત થયું.
કોરોના મહામારી વચ્ચે પાલનપુર-ડીસા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે ઇકો અને ડમ્પર વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓને કારણે ઇકોચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ છે. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટપોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પરના કુશકલ નજીક આજે ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ઇકો કારનો આગળનો ભાગ દબાઇ ગયો હતો. જેને કારણે ઇકોચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇકો ચાલકના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.