બાયડમાં એક જ વરસાદમાં 25 કરોડના ખર્ચે તૈયાર થયેલ રસ્તો ધોવાઈ ગયો

અરવલ્લી
અરવલ્લી

બાયડ તાલુકાના બાયડથી ઓઢા તરફનો રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં હતો એ તરફના ગ્રામજનોની પ્રબળ માંગને લઈ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 25 કરોડ મંજુર કરાયા તે મુજબ ચાર માસ અગાઉ જ રોડનું કામ પૂર્ણ કરાયું હતું. ત્યારબાદ ચોમાસાની શરૂઆત થતા પહેલા જ વરસાદે આ કરોડો ના રોડ પર મોટી મોટી તિરાડો પડી ગઈ છે.

માર્ગની 4 જ માસમાં આ સ્થિતિ જોઈને વિસ્તારના એક જાગૃત યુવકે આ ડામર રોડમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તૂટેલ રોડ પર બેસી પુષ્પાંજલિ આપી હતી અને ત્યારબાદ એક કટાઈ ગયેલ લોખંડનો ડબ્બો લઈ તેમાં દરેક વ્યક્તિ પાસે એક-એક રૂપિયો નંખાવી આ ડબ્બો જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરિયાત મંદ અધિકારીઓના ફાળા માટે આપવાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આમ ચાર માસમાં કરોડોનો રોડ તૂટી જતા આસપાસના ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.