અભિષેક-ઐશ્વર્યાની જાડી આદર્શ કપલ, જયા બચ્ચનની સૌથી નજીક ઐશ્વર્યા

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જાડીને આદર્શ કપલ માનવામાં આવે છે. ઐશ્વર્યા તેની સાસુ જયા બચ્ચનથી ઘણી નજીક છે. સોશિયલ મીડિયા પર જયા બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ઐશ્વર્યા અંગે વાતચીત કરી રહી છે. ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની તે સમયનો આ વીડિયો છે. જેમાં જયા બચ્ચન કરણ જાહર સાથે ઐશ્વર્યા અંગે વાતચીતમાં પોતાની પુત્રવધુની ખૂબ પ્રશંસા કરી રહી છે.
કોફી વિથ કરણના આ શોમાં જયા પોતાની પુત્રવધુ અંગે કહી રહી છે કે તે ખૂબ જ પ્રેમાળ છે અને હું તેને પ્યાર કરું છું. મારા મતે ઐશ્વર્યા રાય મારા પરિવારની પુત્રવધુ બનવા માટે એકદમ પરફેક્ટ છે. તે ક્્યારેય આગળ આવવા માટે પ્રયાસો કરતી નથી કે પોતાની જાતને પુશ કરતી નથી. તેની આ ખૂબી મને પસંદ છે. તે પાછળ ઉભા રહીને તમામનું સાંભળે છે અને પછી જ પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. જયા બચ્ચનના આ વીડિયોને ફેન્સે ખૂબ પસંદ કર્યો છે અને પોતાના રિએક્શન પણ આપ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.