વિકાસ ગુપ્તાએ જુનો ફોટો શેર કરી ‘બેફિકર’ સુશાંત સિંહ રાજપૂતને કર્યો યાદ કર્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી પરંતુ તેની યાદો હંમેશાં આપણી સાથે રહેશે. સેલેબ્સ સુશાંત સાથે જાડાયેલી યાદો સોશિયલ મીડિયામાં શૅર કરી રહ્યાં છે. હવે, વિકાસ ગુપ્તાએ સુશાંત સાથેની જૂની તસવીર શૅર કરીને એક્ટર અંગે વાત કરી હતી. આ તસવીરમાં સુશાંત, અંકિતા લોખંડે, પૂજા ગોર, રાજ સિંહ અરોરા, વિકાસ તથા અન્ય કેટલાંક લોકો જાવા મળે છે. આ તસવીર સાથે વિકાસે ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી અને સુશાંતને ‘કેર ફ્રી તથા ટેન્શન ફ્રી’ કહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિકાસ ગુપ્તા ટીવી પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડિરેક્ટર, સ્ક્રીનરાઈટર તરીકે લોકપ્રિય છે. આ ઉપરાંત વિકાસ ગુપ્તા ‘બિગ બોસ ૧૧’માં સ્પર્ધક તરીકે જાવા મળ્યો હતો અને શોમાં તે માસ્ટર માઈન્ડ તરીકે લોકપ્રિય થયો હતો.
વિકાસે  હતું, ‘આ એ સમય હતો જ્યારે મેં તેને એકદમ નિશ્ચિંત, મસ્તીમાં અને ખુશમિજાજ યુવક તરીકે જાયો હતો. તેને કોઈ પણ વાતની પરવા નહોતી. તેણે ભારતીય ટેલિવિઝનનો નંબર વન શો છોડી દીધો હતો અને અમે અઠવાડિયા સુધી કંઈ જ ના કરતાં અને એમ જ સમય પસાર કરતાં હતાં. અમે ચા-કાફીનો પ્લાન બનાવતા અને ફિલ્મમેકિંગ પર વાત કરતાં હતાં. મને યાદ છે કે તેણે ‘ઔરંગઝેબ’માં કામ કરવાની ના પાડી દીધી હતી, કારણ કે તેણે બીજા ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. મને એ પણ યાદ છે કે તેણે એમ પણ  હતું કે તે કેવી રીતે યશરાજને ના પાડશે. જાકે, તે આવું કરી, કારણ કે તસવીરમાં વચ્ચે જે યુવતી (અંકિતા) નજર આવે છે, તે કહેતી કે તારે એ જ કરવું, જે તને ખુશી આપે છે. અમે બાકીની વસ્તુઓ કરી લઈશું, જ્યારે તું સ્યોર હોઈશ અને તે એ જ રીતે દાંત બતાવીને હસી લેતો, જે રીતે આ તસવીરમાં હસે છે. વિકાસે આગળ  હતું, ‘અમે પ્રાર્થના કરતાં હતાં કે તેને પરિણીતી ચોપરા સાથે કોઈ ફિલ્મ મળી જાય, કારણ કે તેણે ‘ઈશ્કઝાદે’માં કમાલનું કામ કર્યું હતું. મેં તેને એક શોની વાર્તા નેરેટ કરી હતી અને તેમાંથી તેને ‘કાઈ પો છે’ ફિલ્મ મળી ગઈ હતી. તેણે મને  હતું કે કેવી રીતે તેણે કોઈ પણ જાતના હિસાબ વગર ‘પીકે’ સાઈન કરી લીધી હતી અને પછી તેણે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ પરિણીતી ચોપરા સાથે સાઈન કરી હતી. અંકિતાએ મિત્રોને ઘરે બોલાવ્યા હતાં.’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.