ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર સ્ટારના છોકરાઓને જ કામ મળે છેઃ સાહિલ ખાનનો ઘટસ્ફોટ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
સાહિલ ખાને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખીને તેની વાત શેર કરી છે. તેણે લખ્યું ચે કે ઘણા ઓછા લોકો સાથે લાઇફમાં આવું થાય છે કે તેમની પહેલી ફિલ્મ બાદ ઇન્ડયાની સૌથી ટોપ ફિલ્મ મેગેઝીનના કવર પર, ઇન્ડયાના બે સૌથી મોટા સુપરસ્ટાર્સની સાથે હોય. પરંતુ તેમાથી એક સુપરસ્ટારને ખૂબ ખરાબ લાગ્યું, જ્યારે હું તો નવો હતો , તેમનો ફેન હતો કમજાર હતો. તેણે વધુમાં લખ્યું છે કે છતા પણ તે મને ઘણી વખત સાઇડ રોલ માટે બોલાવતા રહ્યા. ટીવી શો માટે પણ બોલાવતા રહ્યા અને પછી ઘણી ફિલ્મોમાંથી મને કાઢી મૂક્્યો.
નામ મોટા અને દર્શન નાના. વિચારો કોણ? સુશાંત સિંહ રાજપૂતે તેનો અસલી ચહેરો બતાવી દીધો છે. સાહિલે લખ્યું કે દુનિયાના તે લોકે નવા ટેલેન્ટથી કેટલા ડરે છે. ૨૦ વર્ષમાં જાન અબ્રાહમ સિવાય કોઇ મોટું સ્ટાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી આવ્યું,. કારણકે આવવાજ નથી દેતા. માત્ર સ્ટારના છોકરાઓને જ કામ મળે છે. વિચારો આ અંગે. ઉલ્લેખનીય છે કે સાહિલે અભિનેતા ૨૦૦૧ માં આવેલી ફિલ્મ સ્ટાઇલથી ડેબ્યુ કર્યું હતુ. તે બાદ એક્સ મી, યહી હે જીંદગી, ડબલ ક્રોસ, અલાદીન, રામા ધ સેવિયર જેવી ફિલ્મો કરી. હવે સાહિલનો બિઝનેસ છે તે સારુ નામ કમાઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.