થરાદમાં લમણે રિવોલ્વર મુકીને ૮૦ લાખની લૂંટ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં કપાળે રિવોલ્વર મુકીને પંજાબના વેપારી પાસેથી ૮૦ લાખની લુંટનો બનાવ સામે આવતા જ પોલીસમાં દોડધામ મચી ગઈ છે. સસ્તુ સોનુ ખરીદવા માટે પંજાબથી થરાદ આવેલા વેપારી બરાબરના ફસાઈ ગયા હતા. એક સાથે પોણા કરોડની લૂંટના બનાવના પગલે
પોલીસ દ્વારા ઠેર-ઠેર નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ પંજાબના ભટીંડામાં રહેતા ઇલેક્ટ્રીક વસ્તુના હોલસેલ વેપારી વિશાલ મહેન્દ્રસિંગ સોની (જૈારા) પોતાના સાળા સાથે કામથી કચ્છ(ભુજ) જતાં ઇમોર્ટ એજન્ટની જરૂર પડતાં જીતુ નામના એક માણસ સાથે પરિચય થતાં તેણે પોતાના ઓળખીતાઓ પાસે સોનું હોવાની અને તે બજાર ભાવથી દસ ટકા ઓછા ભાવથી અપાવવાની વાત કરી હતી. અને બીજા દિવસે ઉસ્માન, અલી અને રસુલ નામના શખસોથી ઓળખાણ કરાવતાં બે ત્રણ સોનાનાં બિસ્કિટ બતાવ્યાં હતાં. અને ૧૦૦-૧૦૦ ગ્રામનાં બે બિસ્કીટ ૯,૪૦,૦૦૦માં આપ્યાં હતાં.ત્યાર બાદ વધારે સોનું ખરીદો તો વધારે નફો મળશે તેમ કહીને ૮૦ લાખમાં બે કિલો સોનું આપવાની લાલચ આપી હતી.આથી વિશાલે પોતાના સગાસંબંધીઓ પાસેથી ૩૦ લાખ ઉછીના લીધા હતા. અને પોતાના સાળા સાથે પાલનપુર આવતાં ત્યાંથી થરાદ બોલાવાયા હતા.આથી તા.૦૪/૦૭/૨૦૨૨ના રોજ બપોરના બાર વાગ્યે થરાદ ચાર રસ્તા આવ્યા હતા. જ્યાં અલી તેમને તેની પાછળ તેમની કાર આવવાનું કહી સાતઆઠ કિલોમીટર દુર લઇ ગયો હતો.આગળ રોડની બાજુમાં ગાડી ઉભી રાખતાં ત્યાં સ્કોર્પીયોમાં આવેલા ઉસ્માન,રસુલ,જીતું અને બીજા બે માણસોએ પુછતાં તેણે ૩૦ લાખ લાવ્યા હોવાનું જણાવતાં બધું પેમેન્ટ આપીને સોનુ લેવાની વાત કરતાં ૫૦,૦૦,૦૦૦ પાલનપુર આંગડીયામાં હવાલાથી મંગાવ્યા હતા. જે લેવા સાથે આવેલ જીતુ ૮૦ લાખ ભરેલ થેલો લઇને તેમની ગાડીમાંથી લઇને ઉતરીને સ્કોર્પીયોમાં બેઠા હતા. જ્યાં થરાદ ચારરસ્તાથી આગળ ત્રણ રસ્તા પાસે જઇ ઉસ્માને પોત પ્રકાશ્યું હતું. અને સીટ નીચેથી રિવોલ્વર કાઢી તેના કપ ાળે ભીડાવી ગાડીમાંથી ઉતરીજા નહીતર શુટ કરવાની ધમકી આપી ધક્કો મારી ગાડી ભગાવી દીધી હતી.ત્યારબાદ પંજાબ જતાં ત્યાંથી જીતુ અને ઉસ્માન અને રસુલ સાથે વાતચીત થતાં તે ચંડીગઢમાં સોનાની વ્યવસ્થા કરાવીને આપવાની વાતો કરતા હતા.આથી થરાદ મથકમાં વિશાલે પોતાને વિશ્વાસમાં લઇ પૈસા લુંટી લેવાનું પુર્વઆયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.બનાવને પગલે ચકચાર પ્રસરવા પામી હતી.

જીતુએ વેપારીના મોબાઇલ પર ફોન કરીને તેનેભીરીંડીયારા ખાવડા રોડ પર બોલાવ્યો હતો.આથી તે પોતાના સાળા હરજીંદરસીંગ સાથે તાં સફેદ કલરની કાર લઇને ઉભેલા જીતુએ તેમને ભેંસોના તબેલામાંલઇ ગયો હતો. જ્યાં ઉસ્માન,અલી અને રસુલ સાથે  ઓળખાણ કરાવતાં ઉપરોક્ત નંબરની સ્કોર્પીયો જીપ માંથી કાળા કલરનું પર્સ લાવી તેમાંથી ૫૨,૦૦૦ના ભાવનું ૧૦ ગ્રામ સોનું ૪૭,૦૦૦ ના વથી આપ્યું હતું.ત્યાર બાદ આવી જ રીતે વધારે સોનાની લાલચ અપાવવા સોનાના બિસ્કિટના ફોટો અને વિડીયો વૉટસએપમાં મોકલતા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.