BSNLપછી રેલવેએ પણ ચીનની કંપની સાથે ૪૭૧ કરોડના કરારને રદ્દ કર્યો, કહ્યું- કામની ગતિ ધીમી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રેલવેએ ચીનની કંપનીને આપેલા સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશનનો ૪૭૧ કરોડનો કરાર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈસ્ટીટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપને ૨૦૧૬માં કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

ચીનની કંપનીએ ૪૭૧ કરોડના આ કોન્ટ્રાક્ટ અંતર્ગત ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરના ૪૧૭ કિલોમીટર લાંબા કાનપુર અને મુગલસરાય સેક્શનમાં સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશનનું કામ કરાવનું હતું. રેલવેએ કહ્યું કે આ કામની ગતિ ઘણી ધીમી છે. કંપનીએ આ કામ ૨૦૧૯ સુધીમાં પૂરું કરવાનું હતું, પરંતુ હાલ માત્ર ૨૦ ટકા કામ પૂરું થયું છે.

વાસ્તવમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી સરકાર ચીનની કંપનીઓ સાથે કડક વલણ અપનાવી રહી છે. કેન્દ્રએ બુધવારે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પણ કહ્યું હતું કે 4G સંસાધનોના અપગ્રેડ કરવા માટે ચીનની પ્રોડક્ટનો ઉપયોગ સદંતર બંધ કરી દેવામાં આવે. સૂત્રોના જણાવ્યા મુજબ ટેલીકોમ ડિપાર્ટમેન્ટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.

હવે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ 4G સર્વિસના અપડેશન માટે નવેસરથી ટેન્ડર બહાર પાડી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર એ અંગે પણ વિચાર કરી રહી ચે કે પ્રાઈવેટ ઓપરેટરોને પણ કહેવામાં આવે કે તેઓ પણ ચીનની કંપનીની પ્રોડક્ટ્સ ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરે. ટેલીકોમ કંપનીઓ જેમકે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા હાલ હુવેઈ સાથે કામ કરી રહી છે. જ્યારે BSNL ZTE સાથે કામ કરે છે. સરકારી સૂત્રોનું માનવું છે કે ચીનની કંપનીઓની પ્રોડક્ટ નેટવર્ક સુરક્ષાને લઈને હંમેશા જોખમી રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.