બનાસકાંઠાની તમામ વિધાનસભાની બેઠકો જીતવા માટે યુથ કોંગ્રેસ જાેર લગાવી દેશ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી મિટિંગ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી. જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અને યુથ જાેડો-બુથ જાેડે વિશે ઉત્તર ઝોનનાં યુવા કોંગ્રેસનાં પ્રભારી ધીરજસિંહએ માહિતી આપી હતી. દેશ વિરોધી તાકાત સામે કેવી રીતે લડવું તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દેશ વિરોધી તાકાત સામે લડવામાટે યુવાનો આગળ આવે અને યુથ જાેડે-બુથ જાેડે કાર્યક્રમને સફળ બનાવવા માટે માહિતી  આપી હતી,  મણે ખાસ ઉમેર્યું હતું કે આજે બેરોજગારીનું પ્રમાણ વધુ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફોડવામાં આવી રહ્યા છે અને મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે બાબતો યુવાનો વચ્ચે જઈને ઉજાગર કરવામાં આવે તેવું તેઓએ જાણાવ્યું હતું. જિલ્લા  કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ  ભરતસિંહ વાધેલે કહ્યું હતું કે,  આ દેશમાં અનેક રીતે ખરાબ પ  રિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને વતર્માન સરકાર યુવા વિરોધી સરકાર છે. બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો જીતવા માટે યુથ જાેર લગાવી દેશે તેવી જિલ્લા યુવા ગ્રેસનાં પ્રમુખ સિધ્ધરાજસિંહ ચૌહાણએ હાકલ કરી હતી. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણાએ કહ્યું હતું કે, આજે  દેશમાં  હિંદુ-મુસ્લિમને ધર્મ નામે  ઝગડાવાનું કામ ભાજપ સરકાર કામ રહી છે તેના લીધે દેશની કોમી એકતા પર ભારે અસર પડી રહી છે. આ સંગે કોંગ્રેસ આગેવાન ડામરાજી રાજગોર, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી જયેશ કરમટા, અંકિતા ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ સંજય ચૌધરી, વિનુસિંહ સોલંકી, જિલ્લા મહામંત્રી તેજાભાઈ દેસાઈ, આર. કે.સોઢા, વિધાનસભાનાં પ્રમુખો જયેશ સોલંકી, અલ્પેશ જાેશી, ફીરદોશખાન અને ભરતભાઈ દેસાઈ વગેરે યુવા કોંગ્રેસના હોદેદારો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.