ભીડ અને ગંદકીથી કોરોના વિકરાળ થાય ! માસ્ક અને સ્વચ્છતાથી કોરોના ભાગી જાય !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ઉનાળુ વેકેશન ર૦ર૦ ગુજરાતીઓને તો બહુ યાદ રહેશે હોં એમાંય ગૃહિણીઓ, બાળકોને મામાના ઘેર જવાનો કે હીલ સ્ટેશન પર જઈ મૌજ કરવાનો સમય જ કયાં રહ્યો ને છતાં વેકેશન તો અઢી ત્રણ મહીનાનું રહ્યું જ. વિશ્વભર નોવેલ કોરોના કોવીડ ૧૯ નો કહેર હજુ પણ પંદર જેટલા દેશોમાં જાવા મળ્યો છે.ભારતમાં અનલોકડાઉન ૧ માં રાત્રીના નવથી સવારના પાંચ સુધી જ લોકડાઉન છે.બાકીના સમયમાં તો જાણે કે કોરોના પોતે જ લોકડાઉન રહેતો હોય તેવી સ્થિતિ જાવા મળે છે.ગતબુધવાર આપણા પાડોશી રાજય રાજસ્થાને પોતાની સરહદો સીલ સપ્તાહ સુધી કરી છે.આવતી કાલે બુધવાર એટલે આ સાત દિવસમાં ત્યાં કેવી પરી સ્થતિ સર્જાઈ એના સતત અભ્યાસ થશે. અફવાઓનાં મોજાઓ અવનવી લહેર લઈને ગમે તે દિશા દશામાં આવી જાય છે.૧પ મી જુનથી ૩૦ મી જુન કે ૧પ મી જુલાઈ સુધી એક મહીના માટે લોકડાઉનનો સમય આવે છે તેવી આ લહેરખીમાં હજુ કંઈ જ નથી. બાકી તો સરકાર એકથી જ પ્રયત્ન કરે તો કોઈ જ પરિણામ મળવાનું નથી.હું પોતાના થકી જ સ્વસ્થ, તંદુરસ્ત નિરામયી રહી શકું છું તેથી જ કહ્યું છે કે ઘરમાં જ રહો સ્વસ્થ રહો.નોવેલ કોરોના કોવીડ ૧૯ વાયરસની બરાબર ઓળખ વિધિ થઈ નથી પણ સંક્રમણ કોઈને કોઈ સ્વરૂપે થાય છે એ હકીકત છે.એટલે જ બિનજરૂરી બહાર ભાગદોડ કરવી નહીં.વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવું અને સોશિયલ અંતર જાળવું, ભીડ એકઠી ના થાય તેવો સતત પ્રયત્ન કરવા તેના માટે કોઈપણ ભીડમાં એક ભાગ આપણે ન બનીએ એ પણ સાવચેતી આપણે જ રાખવી પડશે.હું જયાં રહું ત્યાં સ્વચ્છતા, બીનજરૂરી ભીડ ના થાય તો જ સંક્રમણ અટકશે અને કયાં કેટલું સંક્રમણ થશે તે કોઈ નહીં કહી શકે તેમ નથી. વર્ષોથી આપણી તો પરંપરા છે કે ઋતુગત બિમારીઓથી બચવા એકબીજાથી અંતર જરૂરી છે.ઋતુગત બિમારીઓથી બચવા એકબીજાથી અંતર જરૂરી છે. દેશી ઉકાળા, હળદર, દુધ, અરડુસી, તુલસી, મરી, તજ, મધ, અજમો જેવી ઘરગથ્થુ ઔષધિ પદાર્થોનો સારી રીતે ઉપયોગ કરીએ.આજથી ત્રીસ, ચાલીસ વર્ષ પહેલાં ગામડાઓમાં એવો રિવાજ હતો જેને આપણી ભાષામાં સગવડીયો ધર્મ કે સ્વાગત જેમાં અચાનક કોઈ મહેમાન આવે ને ઘરમાં દુધ કે લીંબુ ના હોય તો કાળો ઉકાળો પીવડાવવાનો.આ કાળા ઉકાળામાં ચાની ભુકી, ખાંડ અને પાણી જ હોય. વધુમાં તુલસીના પાન અને આ રીતના સ્વાગતને લોકો હરખભેર સ્વીકારતા આ કાળા ઉકાળામાં હૃદયનો ભાવની સાથે સાથે આરોગ્યની કાળજી પણ રાખેલ હતી આવનાર સ્નેહીજન એ ગરમ કાળા કે દુધવાળા ઉકાળાથી સંક્રમણથી ચોક્કસ બચી જતો અત્યારે તો એમાંય ફ્રીજમાં મુકેલી અવનવી કંપનીની ઠંડી શરબતની બોટલ સીધી કે ગ્લાસમાં પકડાવી દેવાય.આ સ્વાસ્થ્યવર્ધક પીણું નથી તમે લોકડાઉનમાં સાચું નિરીક્ષણ કર્યું હોય તો ખ્યાલ આવશે કે સીત્તેર દિવસમાં લોકોના સ્વાસ્થ્યમાં કેટલો કેર પડયો છે. બહારના ખુલ્લા તળેલા, વાસી ખોરાક પેટમાં જવાના બંધ થયા જે ખરેખર જરૂરી છે.હવે તો ઘેર મહેમાન આવે તો ઘરમાં જમાડવાના જ નથી બહારનું પાર્સલ જ આ રીત રિવાજ પશ્ચિમના હતા તેથી તેઓ મેદસ્વી, ભદા જેવા દેખાતા હોય છે. ભારતીય સંસ્કૃતિનું ઉમદા સિંચન તેની રહેણીકરણી ખાણીપીણી, રીત રિવાજા થકી પ્રગટ થતી દરેક ઋતુ પરિવર્તન અને ઋતુ દરમ્યાન જ ખોરાકને અગ્રતા અપાતી એ વિશે થોડું ચિંતન કરજા. અરે આપણા ઉત્સવો, તહેવારો, પ્રસંગોની ગોઠવણી પણ આરોગ્યની કાળજી રાખીને કરવામાં આવી છે. કારતક માસથી આસો માસમાં આવતા તહેવારો, ઉત્સવોમાં ખાદ્ય ખોરાકને પ્રસાદી વિશે થોડું ઔષધીય આરોગ્ય અંગે ચોક્કસ ચિંતન કરશો તો ખ્યાલ આવશે કે આપણે કયાંક અધકચરા જ્ઞાનમાં ભટકાઈ પડયા છે. જેની પાછળ કયાંક કોઈને કોઈ પ્રકારની શક્ત એ મર્યાદા તોડી છે.હમણાં આપણા મગનકાકા અને છગનીયો કોરોનામાં બહાર નીકળતા નથી એટલે કંઈ નહીં બોલે પણ જા એ બોલતા હોત તો પુરો ઉભરો કાઢી નાખત. રસોડાને ગૃહિણીથી અલગ ના કરો નોવેલ કોરોના કોવીડની સૌથી પહેલી સલાહ છે અને તેમાંય ભારતીય રસોડું જયારે ખતમ થઈ રહ્યું છે ત્યારે રોગચાળાને નાથવા મુશ્કેલ જ રહેશે.જુન જુલાઈમાં કોરોનાનો કહેર વધશે તેવી આગાહી અટકળો વચ્ચે ગુજરાતમાં તેનો પ્રકોપ વધ્યો જ છે.આપણે બહુ બડાશ સાથે કહીએ છીએ કે આ કોઈ રોગ નથી ને માની લો કે આ વાત સાચી હોય પણ એકંદરે કોઈ એવો ગુપ્ત વાયરસ તો છે જ જે કોઈપણ
આભાર – નિહારીકા રવિયા સ્વરૂપમાં માનવ શરીરમાં ઘુસીને માનવ શક્તને નબળી પાડે છે તેની ઓળખ નથી થઈ પણ કયાંક સંક્રમણના વાવડ તો મળે છે એટલે ટુંકમાં સાવચેતીમાં જ મજા છે.કાળઝાળ ગરમીનો પ્રકોપ બહુ છે ઝાઝી માથાકુટમાં પડયા વગર એકાદ બે મહીના હજુ ધીરજ ધરો.મહેમાનગતિ ભીડમાં જવાનું ટાળો, શાળાઓ બાળકો વગર શરૂ થઈ છે એટલે બવ ચિંતા નથી. બાળકો આવે એટલે સંક્રમણની ખબર પડે સૌ સલામત રહો તેવી આશા સહ અસ્તુ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.