અંબાજીમાં એક કોરોના પોજીટીવ કેસ નોધાયા બાદ આરોગ્ય તંત્રના ધામા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતા : યાત્રાધામ અંબાજીમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા સાથે સંકળાયેલા એક પત્રકારને કોરોના પોજીટીવ આવતાજ સમગ્ર અંબાજી વાસીઓમાં ભારે ફફડાટ ની લાગણી જન્મી ઉઠી છે. જોકે પોજીટીવ જાહેર થયેલા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યારે મહામારીનો ઉપદ્રવ આગળ ન વધે તે માટે થઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. મંગળવારે જિલ્લા એપેડેમિક અધિકારી ડા. એન.કે. ગર્ગ તાલુકા આરોગ્ય અધિકારી ડા. એન.પી. ચૌહાણ સહીતના આરોગ્ય કર્મચારીઓનો કાફલો અંબાજીમાં ઉતરી પડ્‌યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડા. ચૌહાણના જણાવ્યા મુજબ દર્દીના સંપર્કો બાબતે ડીટેલ તપાસ કરી નજીકના ૧૭ જેટલા સંપર્કોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ગોલ્ડ પોજીટીવ કેસના ઘરની આજુબાજુનો વિસ્તારના કુલ ૧૬ ઘરોના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી ૬૨ જેટલા અને નજીકના તમામ સંપર્કોને આયુર્વેદિક ઉકાળા માટેની દવા, હોમિયોપેથીક આર્સેનિક દવા અને વિટામિન સીની ગોળીઓનું વિતરણ કરવા માં આવ્યું છે. આ તમામ લોકો ની આગામી ૧૪ દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોજે રોજ સર્વે ની કામગીરી કરી તમામ ના તાપમાન ઓક્સિજન તપાસ અને અન્ય કોઈ લક્ષણ ઉપસ્થિત થયા છે કે, કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના થી સંક્રમિત થયેલ અંબાજીના પત્રકારે લોકડાઉનની વિષમ પરિસ્થિતિમાં ભોજન સેવાની ઉમદા સેવા બજાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.