પાલનપુર ખાતે અધિક કલેકટરને આવેદનપત્ર ન્યાય નહિ મળે તો કાયદો હાથમાં લેવાની ચીમકી

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજસ્થાનના ઉદેપુરમાં જેહાદીઓ દ્વારા હિંદુ યુવકની કરાયેલી ર્નિમમ હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુરમાં આજે સંત સમાજ મેદાને આવ્યો હતો. અખિલ ભારતીય સંત સમાજ, બનાસકાંઠાએ અધિક કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. જાેકે, ન્યાય નહિ મળે તો સાધુ સંતોએ કાયદો હાથમાં લેવાની પણ ચીમકી આપી હતી.
નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ઉદેપુરમાં હિંદુ યુવકની જેહાદી ઓ દ્વારા ઘાતકી હત્યા કરાઈ હતી. જેના પગલે દેશભરનો હિન્દૂ સમાજ હચમચી ઉઠ્‌યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે બનાસકાંઠાનો સંત સમાજ પણ મેદાનમાં આવ્યો હતો. આજે પાલનપુર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ બનાસકાંઠા અને બનાસ ષડદર્શન વિરક્ત સંત સેવા મંડળના ઉપક્રમે સંત સમાજે રેલી સ્વરૂપે જઈ નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સરેઆમ હિંદુ યુવકની હત્યા કરનારા વિધર્મીઓને તાકીદે ફાંસીની સજા આપવાની માંગ અખિલ ભારતીય સંત સમાજના સંગઠન મંત્રી સ્વામી આનંદ રાજેન્દ્રએ કરી હતી. સંત સમાજે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા સરકારને પણ આડે હાથ લીધી હતી. તેઓએ હિંદુ સમાજને પણ જાગૃત બનવાનું આહવાન કર્યું હતું. અને ન્યાય નહિ મળે તો સંતોએ પણ કાયદો હાથમાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ બનાસકાંઠાના અધ્યક્ષ મહંત દયાલપુરીજી મહારાજ, મહામંત્રી યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ, સંગઠન મંત્રી સ્વામી આનંદ રાજેન્દ્ર સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.