ભારે વરસાદ વચ્ચે અડધી રાત્રે બે મકાન ધરાશાયી થતા અફરાતફરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થવા પામ્યું છે જેમાં ડીસામાં ગત મોડી રાત્રે પડેલા પાંચ ઇંચ જેટલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં બે કાચા પતરાવાળા મકાન ધરાશાઇ પામ્યા હતા. જેથી મકાન માલિકને મોટું નુકસાન થવા પામ્યુ હતું પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી. સમગ્ર જિલ્લામાં ગત મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે.પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.