બુડાસણ GIDCમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં 10 ઝડપાયા

મહેસાણા
મહેસાણા

કડી પોલીસની ટીમ નાની કડી વિસ્તારમાં માટે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે કોન્સ્ટેબલ સુરદીપકુમાર ને ખાનગી બાતમી મળી હતી કે બુડાસણ જી.આઈ.ડી.સી.માં આવેલ રાજરત્ન એસ્ટેટની અંદર ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેને આધારે પોલીસની ટીમે રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરીને 58,440 ની રોકડ સહિત 64,770 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.