ભાભરમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા ૨ ઇસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભાભર : ભાભરમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાઈ જતાં જુગારીયાઓમા ફફડાટ ફેલાયો છે. પાલનપુર એલ.સી.બી. ટીમે ભાભર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ભાભર સુઈગામ હાઈવે પર વરલી મટકાનો જુગાર રમાય છે. જે હકીકત આધારે રેઇડ કરતા ઉપેન્દ્રસિંહ સનુભા રાઠોડ રહે ભાભર નવા તા.ભાભર અને કનુભા બાબુભા રાઠોડ રહે ભાભર નવા તા. ભાભરવાળાઓ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૬૨૯૦ તથા મોબાઇલ ફોનો નંગ-૦૩ કિ.રૂ.૧૪૫૦૦ કુલ મુદ્દામાલ રૂ. ૨૦,૭૯૦ સાથે પકડાઇ ગયેલ હોઇ તથા આંકડાઓનું વલણ લેનાર પ્રવીણ ઉર્ફે ડુગડુગ ગોપાલભાઈ ઠક્કર હાજર મળી ના આવેલ હોઈ તેઓની વિરુદ્ધ ભાભર પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.