થરા સહિતના ૬૦ ગામોની પ્રજા સૌરાષ્ટ્ર તરફની એસ.ટી.બસ સેવાથી વંચિત

બનાસકાંઠા
બનાસકાંઠા

આઝાદી પછી લોકશાહીના સીતેર વર્ષથી વધુ વર્ષો વિતવા છતાં કાંકરેજ તાલુકાની પ્રજાને રેલ્વેનો લાભ તો મળવાનો નથી. પરંતુ મેટ્રો બુલેટ ટ્રેન સી પ્લેન ને દેશમાં મોડેલ સ્ટેટના ધમધમાટ વચ્ચે આજે જુન-૨૦૨૨ મહીનો પુરો થવા આવ્યો છતાં સામાન્ય એસ.ટી.બસ ની સારી સેવાનો લાભ મળ્યો નથી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા તથા આજુબાજુના સાઈઠથી વધુ ગામોની જનતા સૌરાષ્ટ્ર તરફની એસ. ટી. બસ સેવાથી વંચિત છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ,વેપાર કરતા વેપારી ઓ તથા મજુરો, સામાજિક વ્યવહાર ધરાવતા બહોળા સમુદાયને રેલ્વે કે એસ.ટી.બસની સેવા ન હોવાના કારણે ભારે તકલીફ પડી રહી છે. થરા તથા આજુબાજુના સાઈઠથી વધુ ગામના લોકોને સૌરાષ્ટ્ર તરફ જવાનું થાય તો ફરજિયાત હારિજ, રાધનપુર કે પાટણ જવું પડે છે.જેના લીધે અમુક સમય પછી એકબીજા રૂટની એસ. ટી.બસ ચુકી જવાય અથવા ટ્રાફિકના કારણે જગ્યા ન મળે તો મુશ્કેલી પડે છે. પરિવારમાં નાના બાળકો સાથેની મહીલાઓ અને વૃધ્ધો હેરાન થતાં જાેવા મળે છે. એક દોઢ કરોડના ખર્ચે એસ.ટી.નિગમ દ્વારા બસ સ્ટેન્ડ કન્ટ્રોલ પોઈન્ટ બનાવ્યો અને તે સમયના વાહન વ્યવહાર રાજય મંત્રી શંકરભાઈ ચૌધરીએ સૌરાષ્ટ્ર રાજસ્થાન તરફની એસ.ટી.બસ સેવા દિયોદર તથા નજીકના એસ. ટી. ડેપો દ્વારા શરૂ કરાશે તેના બદલે સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી દિયોદર-જુનાગઢ, દિયોદર – દ્રારકા, દિયોદર-કેશોદ, ડીસા- રાજકોટ, થરાદ- જામનગર, થરાદ-પાલીતાણા, રાધનપુર-થરા- ભાવનગર જે પહેલાં એસ.ટી.બસરૂટો થરામાં નવા બસ સ્ટેન્ડ- કંટ્રોલ પોઈન્ટ બન્યા પછી તમામ બંધ કરી દેવામાં આવતા વર્તમાન ભાજપ સરકારની મોડેલ ઓપરેન્ડીની લોકો આશ્ચર્ય ચકિત થયા છે. કાંકરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજય મંત્રી કિર્તીસિંહ વાઘેલા સમક્ષ અવારનવાર રજુઆત કરવામાં આવી છતાં એસ.ટી.તંત્ર દ્વારા નવી બસો ચાલુ કરવાને બદલે જુના રૂટો બંધ કરી પ્રજા ને હેરાન કરી રહયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.