કાનૂની કાર્યવાહીથી બચવા ૨૧૭૬ ઇ-મેમોના દંડની ભરપાઈ થઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરની કચેરી દવારા ગતરોજ તમામ પ્રકારનાં દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ હતો. આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અઘ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણનાં કુલ ઃ ૨૧૭૬ કેસો મળી ૩,૧૬૪ કેસો સેટલ થયા હતા. જેમાં કુલ રુ. ૨.૯૪ કરોડ જે પૈકી તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો પૈકી ડોરમેન્ટનાં ૨૩૮ કેસો સાથે કુલ ૪,૫૭૦ કેસોનો નિકાલ થયો હતો. જેમાં કુલ રુ. સોળ કરોડ એકયાસી લાખ સાડત્રીસ હજાર સાતસો સીતોતેર અને ઈઠોતેર પૈસાનું સેટલમેન્ટ થયેલ હતું. જયારે મોટર અકસ્માત વળતરનાં કુલ ૯૩ કેસોમાં સમાધાન થતાં કુલ રૂપિયા ચાર કરોડ પાંત્રીસ લાખ બેતાળીસ હજાર ત્રણસો પંદરનું વળતર ચૂકવવાનો હુકમ થયો હતો. આમ, બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લીટીગેશનનાં મળી, કુલ ૭,૭૩૪ કેસોનો નિકાલ થયો હતો. જેમાં કુલ રૂ. ઓગણીસ કરોડ પંચોતેર લાખ એકયાસી હજાર ચારસો સાત અને ઓગણત્રીસ પૈસાનું વળતર ચૂકવવાનો હુકમ થયો હોવાનું ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એવમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એચ.ડી.સુથારે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.