વાહ આદરણીય ભાનુમતીબેન ખત્રી વાહ…તમે જીવી તો જાણ્યાં અને મરી પણ જાણ્યાં

ફિલ્મી દુનિયા

“ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે”..માણસ પરમપિતા પરમાત્માના હાથનું એક રમકડું માત્ર છે.કોણ,કેમ,ક્યાં,કેવી રીતે,ક્યારે જીવશે કે મરશે એ આજ દિન સુધી ના તો કોઈ જાણી શકયું છે કે કયારેય જાણી શકશે પણ નહીં.પિતા પ્રભુરામભાઈ વીરજીભાઈ વારડે અને માતા નર્મદાબેનના પરિવારમાં તારીખ ૧૧-૭-૧૯૫૪ ના રોજ ભાભર ખાતે જન્મેલાં ભાનુમતીબેન ખત્રી માત્ર ધોરણ ચાર ભણેલાં હતાં પરંતુ તેમનો કુશળ વહીવટ, વ્યવહાર, વાણી,વર્તન, વિવેક ભલભલા ભણેલાઓથી પણ વિશેષ ચડિયાતો હતો.શ્રી નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તારીખ ૧૩-૬-૧૯૬૯ ના રોજ જૂના ડીસા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જાેડાયા અને તારીખ ૩૧-૫-૧૯૭૦ ના રોજ ભાનુમતીબેન સાથે અગ્નિની સાક્ષીએ વાજતેગાજતે લગ્નગ્રંથિ થી જાેડાયા હતા.તારીખ ૫-૬-૨૦૨૨ આમ તો વિશ્ર્‌વ પર્યાવરણ દિવસ હતો પણ આ દિવસે જ નાથાભાઈ પરિવારનું તેમજ અમારા જેવા સૌ સ્નેહીમિત્રોનું સામાજીક પર્યાવરણ ડિસ્ટર્બ થાય તે રીતે અજાતશત્રુ સમાન આદરણીય ભાનુમતીબેન અનેકજનોને ચોધાર આંસુએ રડતાં મૂકીને પ્રભુને પ્યારાં થઈ ગયાં.આ પૃથ્વી ઉપર કરોડો માણસો જન્મે છે અને મરે છે પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલા માણસોના મૃત્યુની જ સાચા હ્‌દયથી નોંધ લેવાતી હોય છે અને તેમાંનાં એક હતાં ભાનુમતીબેન ખત્રી. જીવન સંસારમાં પરમાત્માની અસીમ કૃપાથી નીતાબેન,અલકાબેન,મેઘાબેન જેવી ત્રણ સંસ્કારી દીકરીઓ અને જીગ્નેશભાઈ જેવો આજ્ઞાંકિત,કર્મઠ, માયાળુ,જાગૃત સુપુત્ર ધરાવતા નાથાભાઈ અને ભાનુમતીબેન સંકટ અને સંઘર્ષનો વિકટ સમય પસાર કરીને સુખશાંતિ માણી શકે તેવા એક સરસ મુકામ-પડાવ પર પહોંચ્યાં હતાં અને ત્યાં જ અણધારી આફત આવી.સારસ બેલડી કે રાધાકૃષ્ણની જાેડી સમાન આ થનગનાટ અને તરવરાટવાળું યુગલ ડીસા નગરનું એક મૂઠી ઉંચેરૂં અતિ પ્રેરણાદાયી, ઉદાહરણરૂપ અને દાખલારૂપ યુગલ કહી શકાય. દાંમ્પત્ય જીવન કેવું, કેમ અને કેવી રીતે જીવી શકાય અને હેપી મેરેજ લાઈફ કોને કહેવાય એ જાણવું કે શીખવું હોય તો નાથાભાઈ અને ભાનુમતીબેનના જીવનમાંથી અનેકજનોને શીખી શકાય.દીકરીઓ તો સૌને વ્હાલી હોય જ; પણ પુત્રવધુ રેખાબેનને પણ સવાયી દીકરી ગણીને સાચવતાં ભાનુમતીબેન એક સાસુ તરીકે નહી પણ મા ની ભૂમિકા ભજવી પુત્રવધુને ભરપૂર પ્રેમ આપતાં હતાં . પુત્રવધુ રેખાબેન પણ કયારેય દીકરીઓની ખોટ સાલવા દે નહી એ પણ યોગાનુયોગ અને પ્રભુની અપરંપાર કૃપા જ કહેવાય.નાથાભાઈ,ભાનુમતીબેન અને તેમના પરિવારની મહેમાનગતિ પણ યાદગાર જ રહે.૨૦ વર્ષ જૂના ડીસા રહ્યા પછી ૧૯૯૦ માં નાથાભાઈ ડીસા પરષોતમ પાર્કમાં રહેવા આવ્યા અને છેલ્લા ૧૫ વર્ષથી એટલે કે ૨૦૦૭ થી તેઓ રાધેભૂમિ કે ગોકુળ/વૃંદાવન સમાન રાધે બંગ્લોઝમાં રહે છે.રાધે બંગ્લોઝના તમામ નિવાસીઓ પણ એટલા સરસ અને માયાળુ છે કે બધા એક જ પરિવારની જેમ રહે છે.નાથાભાઈ,ભાનુમતીબેન, જીગ્નેશભાઈ, રેખાબેન, બાળકો સહિત સૌ વિશાળ મકાનમાં રહે પણ એથીયે વિશેષ સૌનાં મન એટલાં વિશાળ રહ્યાં કે કયારેય કજિયા કંકાસ કે સહેજ પણ કુસંપ ના થાય અને તેવો અનુભવ પણ સૌ પાડોશીઓ સહિત અનેકજનોને થયો છે.નાથાભાઈના અતિ સંઘર્ષના દિવસોમાં ભાનુમતીબેને પાપડ વણીને,ફોલ ઈન્ટરલોક કરીને કે અન્ય મહેનતની કામગીરી કરીને તેમને આર્થિક મજબૂતાઈ આપી પૂરતું મનોબળ પૂરૂં પાડ્યું હતું. ખૂબ જ હસમુખાં, મળતાવાડાં, નિખાલસ, નીડર, મિલનસાર તેમજ સંકટ કે દુખના સમયે નાથાભાઈ ખત્રી તેમજ સમગ્ર પરિવારને અડીખમ ટેકો આપનાર ભાનુમતીબેન મજબૂત મનોબળ ધરાવતાં હતાં તેમજ સતત પ્રભુ સ્મરણ કરતાં હતાં.તારીખ ૫-૬-૨૦૨૨ રવિવારના દિવસે યમરાજા ટેટોડા ગૌશાળામાં કદાચ ગૌકથા સાંભળવા આવ્યા હશે પરંતુ ઉપરથી હુકમ થતાં જ તેઓ ભાનુમતીબેનને લઈને ચાલ્યા ગયા. આદરણીય ભાનુમતીબેને કૃષ્ણ ભૂમિ, વ્રજ ભૂમિ, ગૌભૂમિ એવી દિવ્ય અને પવિત્ર ટેટોડા ગૌશાળામાં ખૂબ જ સહજ રીતે તેમનો દેહ છોડયો હતો. કોઈ પણ ઉંમરે સ્નેહીજનનું મૃત્યુ દુખદ જ હોય પરંતુ લાખો લોકો ઝંખે છે એવા સહજ મૃત્યુને ભાનુમતીબેન ભેટયાં. સ્વર્ગવાસ, વૈકુંઠવાસ, ગૌલોકવાસ એ બધામાં ગૌલોકવાસ ચઢિયાતો અને સર્વશ્રેષ્ઠ છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે અને આદરણીય ભાનુમતીબેન પણ ગૌલોકવાસમાં જ ગયાં હશે એમ ચોક્કસ કહી શકાય.
ભાનુમતીબેન સ્ત્રી સમાજ, જલારામ સત્સંગ મંડળ, ભારત વિકાસ પરિષદ, બ્રહ્મક્ષત્રિય સત્સંગ મંડળ,ખત્રી સખી મંડળ, આનંદ સત્સંગ પરિવાર જેવી ડીસાની સેવાભાવી સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ હતાં. આમ તો નાથાભાઈ અને ભાનુમતીબેનની બેલડી તમામ સંસ્થાઓને પ્રિય હોવાથી તમામ સંસ્થાઓના કાર્યક્રમો, કથાઓ કે સત્સંગમાં તેમની અવશ્ય હાજરી હોય અને તેમની હાજરીથી સૌને આનંદ પણ આવે. ભાનુમતીબેનની સ્મશાનયાત્રા કે બેસણામાં અસંખ્ય લોકોએ હાજરી આપી એના ઉપરથી જ ખ્યાલ આવે કે એમના પરિવારનો ડીસા નગર સાથે કેટલો મજબૂત નાતો છે.સંજાેગોવશાત રૂબરૂ આવી શક્યા ના હોય એવા સ્નેહીજનો, મિત્રો, પરિચિતો નાથાભાઈ ખત્રી મોબાઇલ નંબર..૯૪૨૮૧૩૬૫૭૬ તેમજ જીગ્નેશભાઈ ખત્રી મોબાઇલ નંબર..૮૧૪૦૦૫૫૫૦૦ ઉપર સંપર્ક કરી આશ્ર્‌વાસન આપી શકે છે. બેઉએ સાથે સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, બેંગકોંગની વિદેશયાત્રા પણ કરી હતી. તેમણે સાથે ભારત દર્શન યાત્રા કરી. કૈલાશ માનસરોવર, બુઠા અમરનાથ, બર્ફીલા અમરનાથની પણ તેમણે સજાેડે યાત્રા કરી. હરિદ્વાર તો દર વર્ષે બેઉ જતાં અને લાંબો સમય રોકાતાં.ગત વર્ષે ૠષિકેષ ખાતે પણ અઢી મહિના રોકાયાં હતાં. અનેક માણસો મરે છે પણ ભાનુમતીબેન જેવું સહજ મૃત્યુ ઘણા ઓછા માણસોના ભાગ્યમાં હોય છે. જેમણે કયારેય કોઈને તકલીફ આપી જ ના હોય એમને મૃત્યુ વખતે પરમાત્મા પણ સહેજેય તકલીફ આપતો નથી એ ભાનુમતીબેનના સહજ મૃત્યુ ઉપરથી અનુભવ થયો. ભાનુમતીબેને મૃત્યુ વખતે કોઈની સેવા લીધી નહી અને તેથી જ સ્વભાવિક બોલી જવાયું કે વાહ આદરણીય ભાનુમતીબેન ખત્રી વાહ ” તમે જીવી તો જાણ્યાં અને મરી પણ જાણ્યાં.” આ નિજાનંદી યુગલને ભજન, સત્સંગ, સંગીત કે કથાના કાર્યક્રમોમાં અનેકવાર અનેકજનોએ સાથે રમતાં, નાચતાં, ઝૂમતાં, આનંદ કરતાં જાેયાં છે. શ્રીકૃષ્ણ ભૂમિ, શ્રી વ્રજ ભૂમિ, શ્રી ગૌભૂમિ એવી ટેટોડા ગૌશાળામાં ગૌમાતાઓની સાક્ષીએ જ તેઓ પરમપિતા પરમાત્માની ગોદમાં હસતાં હસતાં સમાઈ ગયાં.તેમના મુખમાં સદાય ભગવાનનું સ્મરણ, સત્સંગ કે સારી વાતોની જ ચર્ચા હોય.કોઈનીય ટીકા ટીપ્પણમાં પડયા સિવાય દરેકના સદગુણો જાેતાં ભાનુમતીબેન પરમાત્માને સમગ્ર જીવન સમર્પિત કરીને સહજ રીતે નિર્ભાર જીવતાં હતાં. તેમના દિવ્ય આત્માને જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા ચિરશાંતિ આપે તેમજ સૌ પરિવારજનો, સ્નેહીજનો, પરિચિતોને પણ આ કારમો આઘાત સહન કરવાની નિરંતર શકિત આપે એવી પ્રાર્થના થકી જ આપણે સૌએ આશ્રવાસન આપવાનું અને મેળવવાનું રહ્યું.નાથાભાઈ અને ભાનુમતીબેન આનંદ સત્સંગ પરિવાર સાથે નિયમિત સંકળાયેલ હતાં એટલે પૂજ્યપાદ આનંદનાથજી મહારાજે પણ ફોન કરીને નાથાભાઈ સહિત સમગ્ર પરિવારને સાંત્વના આપી.એક સાચા,સારા,સત્યશીલ માનવી કે પરિવારના સર્વશ્રેષ્ઠ રાહબર, પથદર્શક, માર્ગદર્શક બનીને ભાનુમતીબેન જીવ્યાં અને અનેકજનોને આવું સત્વશીલ જીવન જીવવાનું માર્ગદર્શન પણ આપતાં ગયાં. શાંતિધામ સ્મશાનભૂમિ ખાતે અનેક અગ્રણીઓએ ભાનુમતીબેનને શ્રધ્ધાંજલી આપી.તેઓ ચક્ષુદાતા બન્યાં હોવાને લીધે તેમનું મરણોતર સન્માન પણ કરાયું.નિખાલસ, નિષ્ઠાવાન, નીડર, નિયમિત, નિર્દોષ, નિર્લેપ, નિજાનંદી, નસીબદાર એવા નાથાભાઈને રોજ સવારે મઘમઘતું સુગંધિત ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવતાં ભાનુમતીબેન ગુલાબ કરતાંય વિશેષ સુગંધ પ્રસરાવીને આપણા સૌ વચ્ચેથી દિવ્ય સ્મરણ મૂકીને અલવિદા થયાં.એમના પરિવારને તો ભાનુમતીબેનની ખોટ સાલશે જ પરંતુ સમગ્ર ડીસા નગરને પણ આવા થનગનતા, મોજીલા, આનંદી, નિર્દોષ યુગલને સાથે નાચતાં, રમતાં, ઝૂમતાં જાેવાની કાયમી ખોટ સાલશે જ. દરેક જીવને વહેલા કે મોડા આ દુનિયા છોડવાની જ છે પણ ભાનુમતીબેનની જેમ અનેકજનોનો સ્નેહ પ્રાપ્ત કરીને ગૌરવભેર દુનિયા છોડવાની તક મળતી નથી.કોઈ વૃક્ષ ઉપરથી પાકેલું ફળ સહજ રીતે જેમ ખરી પડે તેવી સાહજિક રીતે જ આપણી વચ્ચેથી વિદાય થયેલ ભાનુમતીબેનને આદર,અદબ,સ્નેહપૂર્વક વંદન સહ દિવ્યાંજલિ, શ્રધ્ધાંજલિ, શબ્દાંજલિ,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.