દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ૩.૩૩ લાખ કેસ, મૃત્યુઆંક-૯,૫૨૪ : આંધ્રપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૪ નવા કેસ મળ્યા, ૨ સંક્રમિતોના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દર પાંચ દિવસની અંદર લગભગ ૧૦૦૦નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સતત ૧૧ હજારથી વધારે સંક્રમિત વધી રહ્યા છે. ૨-૩ દિવસમાં આ સંખ્યા ૧૧ થી ૧૨ હજારના દરે વધવાનું અનુમાન છે. રવિવારે ૧૧ હજાર ૩૭૪ નવા કેસ સામે આવ્યા હતા. હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૩૩ લાખ થઈ ગઈ છે. કોરોનાનો ગ્રાફ આવી રીતે જ વધતો રહેશે તો જૂનના અંત સુધી સંક્રમિતોની સંખ્યા ૫ લાખ પર પહોંચી શકે છે.

દેશના ૨૦ સૌથી સંક્રમિત શહેરોના લિસ્ટમાં હવે મધ્યપ્રદેશનું માત્ર ઈન્દોર શહેર બચ્યું છે. ઈન્દોર ૭માં નંબરે છે. ભોપાલ બહાર થઈ ગયું છે. પહેલા ભોપાલ ૧૧માં અને ઈન્દોર ચોથા નંબરે હતું. રિકવરી રેટમાં પણ મધ્યપ્રદેશની આગળ માત્ર રાજસ્થાન છે. મધ્યપ્રદેશમાં દર્દીઓનો રિકવરી રેટ ૭૧.૧% અને રાજસ્થાનમાં ૭૫.૩% છે.

મધ્યપ્રદેશઃ અહીંયા રવિવારે ૧૬૧ નવા દર્દી સામે આવ્યા અને ૧૨ લોકોના મોત થયા છે. ભોપાલમાં ૫૦, ઈન્દોરમાં ૩૪, ઉજ્જૈનમાં ૧૫ દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦ હજાર ૮૦૨ થઈ ગઈ છે, જેમાંથી ૨૬૬૬ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી ૪૫૯ લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા રવિવારે ૪૯૭ સંક્રમિત મળ્યા અને ૧૪ લોકોના મોત થયા છે. ગૌતમબુદ્ધનગરમાં ૭૦ દર્દી વધ્યા હતા. પૂર્વ સાંસદ અને સપા નેતા ધર્મેન્દ્ર યાદવ પોઝિટિવ છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો ૧૩ હજાર ૬૧૫ થઈ ગયો છે, જેમાંથી ૪૯૪૮ એક્ટિવ કેસ છે. કોરોનાથી ૩૯૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રઃ અહીંયા રવિવારે ૩૩૯૦ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ૧૨૦ લોકોના મોત થયા છે. મુંબઈમાં ૧૩૯૫ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧ લાખ ૭ હજાર ૯૫૮ થઈ ગયો છે, જેમાં ૫૩ હજારથી વધારે એક્ટિવ કેસ છે. કોરોનાથી કુલ ૩૯૫૦ લોકોના જીવ ગયા છે.

રાજસ્થાનઃ અહીંયા રવિવારે ૨૯૩ નવા કોરોના પોઝિટિવ મળ્યા હતા અને ૧૦ દર્દીઓના મોત થયા હતા. ધૌલપુરમાં ૪૪, જોધપુરમાં ૩૦ અને જયપુરમાં ૨૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૨ હજાર ૬૯૪ થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધી ૨૯૨ દર્દીઓના મોત થયા છે.

બિહારઃ અહીંયા રવિવારે ૧૮૬ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એકનું મોત થયું હતું. સીતામઢીમાં ૨૪, સમસ્તીપુર અને શિવહરમાં ૧૬-૧૬ દર્દી મળ્યા હતા. રાજ્યમાં કુલ ૬૪૭૫ લોકો સંક્રમણના સંકજામાં આવ્યા છે, જેમાંથી ૨૪૬૪ એક્ટિવ દર્દી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.