ભારતના આ 13 શહેરોને સૌથી પહેલાં મળશે 5G, 4G કરતાં 10 ઘણી હશે સ્પીડ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સરકારે ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5Gની હરાજી 26 જુલાઈ, 2022ના રોજ થશે. 72 ગીગાહર્ટ્ઝથી ઉપરના સ્પેક્ટ્રમની 20 વર્ષની માન્યતા અવધિ સાથે હરાજી કરવામાં આવશે. વિવિધ લો (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), મિડ (3300 MHz) અને હાઈ (26 GHz) ફ્રીક્વેંસી બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે હરાજી હાથ ધરવામાં આવશે. સરકારનો દાવો છે કે, ભારતમાં 5G 4G કરતા લગભગ 10 ગણી ઝડપી હશે.

  • શરૂઆતમાં દેશના 13 શહેરોમાં ઉપલબ્ધ થશે 5G

જો તમે વિચારી રહ્યા છો કે દેશમાં 5G સેવાઓ ક્યારે ઉપલબ્ધ થશે, તો તમને જણાવી દઈએ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ પહેલા કહ્યું હતું કે, ભારતમાં 2022માં 5G ઇન્ટરનેટ સેવાઓ શરૂ થશે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં પહેલા 5G સેવા આપવામાં આવશે. જો કે ભારતમાં હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં 4G કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અનુસાર 5G શરૂઆતમાં દેશના 13 શહેરોમાં ઉપલબ્ધ થશે.

  • 5G સેવા શરૂ કરનાર સૌપ્રથમ કયું ટેલિકોમ ઓપરેટર હશે?

આ 13 શહેરો અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણે છે. જો કે ભારતમાં વ્યાપારી ધોરણે 5G સેવાઓ શરૂ કરનાર સૌપ્રથમ કયું ટેલિકોમ ઓપરેટર હશે તે વિશે સંપૂર્ણપણે કંઈ કહી શકાય નહીં. તે Jio, Airtel અને Vi (Vodafone Idea)માંથી કોઈપણ એક હોઈ શકે છે. DoTએ સ્વદેશી 5G (/topic/5g) ટેસ્ટ બેડ પ્રોજેક્ટ માટે પહેલેથી જ 8 એજન્સીઓ સાથે ભાગીદારી કરી છે જે 2018માં શરૂ થઈ હતી અને 31 ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થવાની હતી. આ એજન્સીઓમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે, IIT દિલ્હી, IIT હૈદરાબાદ, IIT મદ્રાસ, IIT કાનપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISC) બેંગ્લોર, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) અને સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન વાયરલેસ ટેકનોલોજી (CEWiT)નો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.