પાલનપુર નકલી નોટ પ્રકરણમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુર નજીક ચડોતર પુલ પાસેથી ભારતીય બનાવટની બનાવટી ચલણીના ગુનામાં એસઓજીએ વધુ ત્રણ આરોપીઓઝડપી લીધા હતા. જેમની પાસેથી કલર પ્રિન્ટર સહિત રૂપિયા ૬૦, ૦૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરુણકુમાર દુગ્ગલના માર્ગદર્શન મુજબ ત્રણ દિવસ અગાઉ એસ ઓ જી ઇન ચાર્જ પીઆઇ એન.એન. પરમારે હમીરભાઈ પુનમભાઈ પટેલ (કાગ) રહે.કુવાતા તા.દિયોદર અને રામાભાઈ અમરાભાઈ પટેલ રહે.ચુવા તા.વાવને ઝડપી લીધા હતા.
આ અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ દરમિયાન તેમની પૂછતાછ દરમિયાન વધુ નામ ખુલતાં રાજસ્થાન કાલન્દ્રિ તથા મંડવારિયા ગામે જઇ આરોપી જાલારામ કિસનારામ દેવાસી રહે.મંડવારીયા, લાલરામ પ્રભુરામ દેવાસી રહે.મંડવારીયા, શંકરભાઇ વિરારામ દેવાસી કાલન્દ્રિને રાજસ્થાનથી ઝડપી આરોપીઓ પાસે થી કલર પ્રિન્ટર તથા રોકડ રૂપિયા ૪૦,૦૦૦ તથા કલરની ડબ્બી તથા સેલો ટેપ તથા કોરો કાગળની થપ્પી તથા મોબાઈલ નંગ-૩ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬૦,૦૦૦ સાથે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.