એલન મસ્કને ટ્વીટ કરવું મોંઘુ પડ્યું, થયો 20 હજાર અબજ રૂપિયાનો કેસ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ક્રિપ્ટોકરન્સી માર્કેટ હાલમાં એક અલગ તોફાન સામે લડી રહ્યું છે. ક્રિપ્ટોમાં રસ ધરાવનારા Dogecoin વિશે સારી રીતે વાકેફ છે. એક મજાક તરીકે શરૂ થયેલી આ કરન્સીની વેલ્યૂ ઝડપથી વધી અને ઘટી છે. ખાસ કરીને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના પ્રમોશન પછી તેની કિંમત વધી ગઈ હતી. ડોગેકોઈનના રોકાણકારે મસ્ક અને તેની કંપનીઓ પર $258 બિલિયન (આશરે રૂ. 20,136 બિલિયન)નો દાવો માંડ્યો છે. કીથ જોન્સન નામના વ્યક્તિએ ગુરુવારે ટેસ્લા અને સ્પેસએક્સની સાથે મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

  • મસ્ક વિરુદ્ધ ન્યૂયોર્ક કોર્ટમાં કેસ દાખલ કર્યો

વ્યક્તિનું કહેવું છે કે, Dogecoinમાં રોકાણ કર્યા પછી તેણે પૈસા ગુમાવ્યા છે. કીથ જ્હોન્સન પોતાને ‘અમેરિકન નાગરિક કે જેની સાથે છેતરપિંડી થઈ’ તરીકે વર્ણવે છે. જો તેમનું માનીએ તો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ‘Dogecoin Crypto Pyramid Scheme’ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રોકાણકારે Dogecoin ક્રિપ્ટોકરન્સીમાં તેના રોકાણને અને તે પૈસા ડૂબી જવાને છેતરપિંડી ગણાવી છે. આ મામલે તેણે મસ્ક વિરુદ્ધ ન્યૂયોર્ક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

  • અલગથી નુકસાનની બમણી રકમની માંગ

જ્હોન્સનના જણાવ્યા અનુસાર, તે વર્ષ 2019થી રોકાણ કરી રહ્યો છે અને તેમને નુકસાન થયું છે. રોકાણકારના જણાવ્યા મુજબ, મસ્કના પ્રમોટ કર્યા બાદથી તેને 86 અબજ ડોલકનું નુકસાન થયું છે. તે મસ્ક પાસેથી આ પૈસા પાછા માંગે છે. આટલું જ નહીં, જ્હોન્સન અલગથી તેના નુકસાનની બમણી રકમની માંગ કરી રહ્યો છે, જે વધારાના 172 અબજ ડોલર છે. એટલે કે કુલ 258 અબજ ડોલર. Dogecoin 2013માં શરૂ કરવામાં આવી હતી. નિર્માતાઓએ તેને બિટકોઈન ક્રિપ્ટોકરન્સી અને શિબા ઈનુ ડોગ મેમનું મિશ્રણ કરીને બનાવ્યું છે.

  • ક્રિપ્ટોકરન્સીની કિંમત 6 સેન્ટ સુધી પહોંચી

વર્ષ 2021માં ચલણના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો હતો. જો કે અત્યારે આ ક્રિપ્ટોકરન્સીની કિંમત 6 સેન્ટ સુધી પહોંચી ગઈ છે. જ્હોન્સન કહે છે કે, મસ્કે તેના પ્રમોશન દ્વારા Dogecoin ક્રિપ્ટોકરન્સીની કિંમત, માર્કેટ કેપ અને ટ્રેડિંગ મૂલ્યમાં વધારો કર્યો છે. રોકાણકારે તેની ફરિયાદમાં મસ્કની ટ્વીટ જાળવી રાખી છે. મસ્કે Dogecoin વિશે આ ટ્વિટ્સ કર્યા છે. રોકાણકારે Dogecoinને પિરામિડ સ્કીમ તરીકે વર્ણવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.