હ્યુન્ડાઈએ પ્રજ્વલિત જીવનના અનુભવોને વ્યક્ત કરતા ભારતમાં લૉન્ચ કરી નવી હ્યુન્ડાઈ વેન્યુ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની પ્રથમ સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાતા અને શરૂઆતથી સૌથી મોટી નિકાસકાર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે આજે ભારતમાં અત્યંત પ્રતિક્ષીત ન્યુ હ્યુંડાઇ વેન્યુ લોન્ચ કરી છે. હ્યુંડાઈ એસયુવી લાઇફ પર ભાર મૂકતા, નવી હ્યુંડાઇ વેન્યુ તેની બોલ્ડ ડિઝાઇન, પાવર પેક્ડ પર્ફોર્મન્સ, સ્પેસ, આરામ, અદ્યતન તકનીકો અને કનેક્ટિવિટી સાથે ગ્રાહકો માટે પ્રજ્વલિત અનુભવોને ફરીથી વ્યાખ્યાયિત કરવા સજ્જ છે.

‘ધ ન્યુ હ્યુંડાઈ વેન્યુ’ના લૉન્ચ પ્રસંગે હ્યુંડાઈ મોટર ઈન્ડિયા લિ.ના એમડી અને સીઈઓ શ્રી ઉન્સૂ કિમે જણાવ્યું, “નવી હ્યુંડાઇ વેન્યુ અમારા પ્રિય ગ્રાહકોની આકાંક્ષાઓને વ્યક્ત કરવા માટે વિકસાવવામાં આવી છે. ડિઝાઇન, ટેક્નોલોજી, ફંક્શનાલિટી અને સ્પેસ પર ગહન ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ન્યુ હ્યુંડાઈ વેન્યુ ગ્રાહકોના અનુભવોને વધારવા અને હ્યુંડાઈ એસયુવી લાઇફને વિસ્તૃત કરવા માટે અહીં ઉપસ્થિત છે. 2020 અને 2021 માટે ભારતના નંબર 1 એસયુવી નિર્માતા હોવાના પગલે અમે અમારા ગ્રાહકોના હ્યુન્ડાઈ બ્રાન્ડ પર તેમનો પ્રેમ અને વિશ્વાસ મૂકવા બદલ અત્યંત આભારી છીએ. ન્યુ હ્યુંડાઈ વેન્યુ આ બ્રાન્ડના વારસાને વધુ આગળ વધારશે અને ગ્રાહકોને તેના બોલ્ડ અને ડાયનેમિક વ્યક્તિત્વથી રોમાંચિત કરશે, જ્યારે આગામી સ્તરની આરામ, કનેક્ટિવિટી અને સુવિધાને સક્ષમ કરશે.”

હ્યુંડાઈની ‘સેન્સ્યુઅસ સ્પોર્ટીનેસ’ની ગ્લોબલ ડિઝાઈન ફિલોસોફીની તર્જ પર તૈયાર કરાયેલી ન્યુ હ્યુંડાઈ વેન્યુ તેની બોલ્ડ અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈન, સ્પેશિયસ ઈન્ટિરિયર્સ, કમ્ફર્ટ, સ્ટાઈલ અને સેફ્ટી દ્વારા અપેક્ષાઓ કરતા આગળનું સ્થાન લેશે. ન્યુ હ્યુંડાઈ વેન્યુ ભારતીય બજાર માટે 5 મુખ્ય સ્તંભો પર આધારિત છે, જેમાં વાઇબ્રન્ટ ડિઝાઇન, અસાધારણ આરામ અને સુવિધાઓ, આગામી સ્તરની ટેક્નોલોજી અને કનેક્ટિવિટી, બિનસમાધાનકારી સલામતી અને રોમાંચક પ્રદર્શનનો સમાવેશ થાય છે.

હ્યુંડાઈ મોટર ઈન્ડિયા 7 કલર વિકલ્પ (પોલાર વ્હાઇટ, ટાયફૂન સિલ્વર, ફેન્ટમ બ્લેક, ડેનિમ બ્લુ, ટાઇટન ગ્રે, ફાઇરી રેડ) સાથે 1 ડ્યુઅલ ટોન (બ્લેક રૂફ સાથે ફેરી રેડ) વિકલ્પ સહિત ન્યુ હ્યુન્ડાઇ વેન્યુ ઓફર કરશે.

ન્યુ હ્યુંડાઈ વેન્યૂ 47 એક્સેસરીઝની વ્યાપક રેંજની સાથે ઉપલબ્ધ હશે, જેને એસયૂવીના ગ્રાહકોની પસંદ, સૌંદર્ય અને પ્રીમિયમને ધ્યાનમાં રાખીને ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. ન્યૂ હ્યુંડાઈ વેન્યુ 3 એક્સેસરી પેક –બેસિક પેક, એડડવાંસ પેક અને સુપ્રીમ પેકની સાથે ઉપલબ્ધ હશે.

ઉપરાંત, ન્યુ હ્યુંડાઈ વેન્યૂ 10 પ્રાદેશિક ભાષાઓ મરાઠી, ગુજરાતી, બંગાળી, પંજાબી, કન્નડા, હિન્દી, તમિલ, મલયાલમ, તેલુગુ અને ઓરિયા સહિત 12 ભાષાઓને સપોર્ટ કરશે:

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.