સેમસંગનાં લોકપ્રિય કર્ડ મેસ્ટ્રો™ અને ડિજી- ટચ કૂલ™ રેફ્રિજરેટર્સની 2022ની રેન્જે નવી ભારતીય ડિઝાઈન ધારણ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ અને સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે નવભારત કેન્દ્રિત ડિઝાઈન્સના લોન્ચ સાથે રેફ્રિજરેટરની તેની વ્યાપક લોકપ્રિય કર્ડ મેસ્ટ્રો™ અને ડિજી ટચ કૂલ™ રેન્જની 2022ની લાઈન અપ આજે જાહેર કરી હતી.

“અમારાં કર્ડ મેસ્ટ્રો™ અને ડિજીટચ કૂલ રેફ્રિજરેટરર્સ માટે ફ્લાવર પેટર્ન નવેસરથી લોન્ચ કરાઈ તે ભારતીય ગ્રાહકોની અગ્રતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અમારું મુખ્ય લક્ષ્ય અમારા ગ્રાહકોને એવી નવી ટેકનોલોજી સાથે સુસજ્જ કરવાનું છે, જે તેમનું જીવન આસાન બનાવે. રેફ્રિજરેટરો પર આ ખાસ ડિઝાઈન એકંદર હોમ ડેકોરને એસ્થેટિક સ્પર્શ આપવા માટે ઘડવામાં આવ્યાં છે,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

કર્ડ મેસ્ટ્રો™ દુનિયાનું પ્રથમ એવું રેફ્રિજરેટર છે, જે દહીં બનાવી શકે છે, જે હવે સ્ટીલ ફિનિશ પર ઉદ્યોગની પ્રથમ ફ્લાવર પેટર્ન ડિઝાઈન બુકે સિલ્વરમાં અને મિડ નાઈટ બ્લોસમમાં ઉપલબ્ધ થશે. ખાદ્ય સંવર્ધનથી ખાદ્યની તૈયારીની પાર આ રેફ્રિજરેટરો રોજની દહીં બનાવવાની મુશ્કેલીઓને પહોંચી વળે છે અને રેફ્રિજરેટરના પારંપરિક ઉપયોગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઈન કરાઈ છે. સેમસંગના કર્ડ મેસ્ટ્રો™ રેફ્રિજરેટર્સમાં દહીં બનાવવાની પ્રક્રિયા આઈસીએઆર- નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, કરનાલ દ્વારા સૂચિત છે.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.