જેગુઆર લેન્ડ રોવરએ 14થી 18 જૂન 2022 દરમિયાન પોતાના વાર્ષિક મોન્સુન સર્વિસ કેમ્પની ઘોષણા કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • પ્રત્યેક જેગુઆર અને લેન્ડ રોવરને ચોમાસા માટે સજ્જ કરવા માટે સ્થળ પર જ 32 પોઇન્ટ ઇલેક્ટ્રોનીક હેલ્થ ચેક-અપ વિનામૂલ્યે
  • બ્રાન્ડેડ ગુડ્ઝ, એસેસરીઝ અને વેલ્યુ-ઍડેડ સર્વિસીઝ પર વિશિષ્ટ ઓફર્સ સાથે ખાસ તૈયાર કરાયેલ ચૌફેર ટ્રેઇનીંગ પ્રોગ્રામ
  • ગ્રાહકો સર્વિસ કેમ્પનો લાભ મેળવવા માટે તેમની કારને 14થી 18 જૂન 2022 દરમિયાન ઓથોરાઇઝ્ડ રિટેલર્સને ત્યાં લાવી શકે છે

 

જેગુઆર લેન્ડ રોવરએ ફક્ત તેના ગ્રાહકો માટે આજે ભારતમાં તેના દરેક ઓથોરાઇઝ્ડ રિટેલર્સ ખાતે તેના મોન્સુન સર્વિસ કેમ્પની 14થી 18 જૂન 2022 દરમિયાન ઘોષણા કરી છે. કેમ્પ ખાતે ગ્રાહકોને વિના મૂલ્યે વ્હિકલ ચેક-અપ અને બ્રાન્ડેડ ગુડ્ઝ, એસેસરીઝ અને વેલ્યુ-ઍડેડ સર્વિસીઝનો વિશિષ્ટ ઓફર્સનો લાભ મળી રહેશે. દરેક વ્હિકલ્સ પર ઉચ્ચ તાલીમબદ્ધ જેગુઆર અને લેન્ડ રોવરના ટેકનિશિયન્સ દ્વારા ધ્યાન અપાશે અને જ્યા જરૂર હશે ત્યાં જેગુઆર અને લેન્ડ રોવરની ખાતરી પણ પ્રાપ્ત કરશે.

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક પ્રવાસ સુરક્ષિત અને સલામત બને તે સુનિશ્ચિત કરવા માટે, કેમ્પ મફત 32-પોઇન્ટ ઇલેક્ટ્રોનિક વ્હીકલ હેલ્થ ચેક-અપ, બ્રેક અને વાઇપરચેક, ટાયર અને ફ્લુઇડ લેવલ ચેક, તેમજ વ્યાપક બેટરી હેલ્થ ચેક ઓફર કરશે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ જણાવ્યું હતું કે: “અમે અમારા ગ્રાહકોને સલામત અને કાર્યક્ષમ ડ્રાઇવિંગ અનુભવની સાથે તેમના વ્હિકલ્સ માટે વર્ગમાં શ્રેષ્ઠ પ્રદાન કરતી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારો મોન્સૂન સર્વિસ કેમ્પ તમામ જેગુઆર અને લેન્ડ રોવર વાહન માલિકોની મોસમી જરૂરિયાતોને સંબોધવા માટે તૈયાર કરવામાં આવ્યો છે જેથી તેઓને ચોમાસા માટે તૈયાર કાર, મનની શાંતિ અને દરેક સમયે અંતરાયમુક્ત ડ્રાઇવિંગનો અનુભવ પૂરો પાડી શકાય.”

શોફર ધરાવતા ગ્રાહકો માટે, સર્વિસ કેમ્પમાં ખાસ તૈયર કરાયેલ ટ્રેનિંગ પ્રોગ્રામ* પણ સામેલ હશે જે ચોમાસાની સિઝનમાં ડ્રાઇવિંગ અને વ્હિકલની જાળવણીના તમામ પાસાઓને આવરી લેશે.

આ સેવાઓનો લાભ લેવા માટે, ગ્રાહકો 14 થી 18 જૂન 2022 સુધી સવારે 9:30 થી સાંજે 6:00 વાગ્યાની વચ્ચે નજીકના અધિકૃત રિટેલર સાથે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકે છે.

લેન્ડ રોવર વાહનો માટે સર્વિસ કેમ્પ વિશે વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો

જેગુઆર વાહનો માટે સેવા કેમ્પ વિશે વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો

 

  • ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક

અમદાવાદ, બેંગલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ (2), કોઈમ્બતુર, દિલ્હી, ગુડગાંવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કરનાલ, લખનૌ, મુંબઇ (2) લખનૌ, મુંબઈ (2), નોઈડા, પુણે, રાયપુર, સુરત અને વિજયવાડામાં 25 અધિકૃત આઉટલેટ દ્વારા જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ ભારતમાં 21 શહેરોમાં ઉપલબ્ધ છે.

*ચોફર તાલીમ કાર્યક્રમ પસંદગીના રિટેલ સ્થળોએ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા શહેરમાં અધિકૃત રિટેલરનો સંપર્ક કરો..

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.