ખેડબ્રહ્માના મતરવાડામાં સોમવારે સવારે ટ્રેક્ટરની ટક્કરે બાળકીનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્માના મતરવાડામાં સોમવારે સવારે ટ્રેક્ટરના ચાલકે 5 વર્ષીય બાળકી પર ટ્રેક્ટર ચઢાવી દઈ ઘટનાસ્થળે જ મોત નિપજાવી ફરાર થતાં ચકચાર મચી જવા પામી હતી. ખેરોજ પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તા.13-06-22 ના રોજ સવારે દસેક વાગ્યાના સુમારે પાણી લેવા માટે નીકળેલ 5 વર્ષીય પાર્વતીબેન કિરણભાઈ પરમારને રેતી ભરેલ ટ્રેક્ટર નં.જી.જે-9-એ.એફ-8445 ના ચાલકે ટક્કર મારી બાળકી રોડ પર પટકાતાં તેની ઉપર ટ્રેક્ટર ચઢાવી દીધું હતું અને ઘટના સ્થળે જ બાળકીનું મોત નીપજાવી ચાલક કોટડા તરફ ફરાર થઈ ગયો હતો.

જેની જાણ મૃતક બાળકીના પિતાને થતા બાઇક લઇને પીછો કરતા વીંછી નજીક ટ્રેકટરનો ઓવરટેક કરી ટ્રેક્ટર ઉભુ રખાવતા ચાલક ટ્રેકટર મૂકીને ફરાર થઇ ગયો હતો. ખેરોજ પોલીસે ટ્રેકટર-ટ્રોલી કબ્જે લઇ ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.