દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા બની અખાડો, બે જૂથો વચ્ચે થઈ મારામારી
દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળે તે પહેલા હોબાળો થયો હતો. આ દરમિયાન વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. દૂધસાગર ડેરીના ગેટની બહાર વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો સામસામે આવી ગયા હતા. બંનેના સમર્થકો વચ્ચે ધોકા અને પાઇપથી મારામારી થઈ હતી.
હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું
સૂત્રો પ્રમાણે સાધારણ સભામાં પ્રવેશને લઇને આ ઝઘડો થયો હતો. આ ઘર્ષણમાં ડેરીના પૂર્વ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્રને ઈજા પહોંચી હતી. ત્યારબાદ મોઘજી ચૌધરી અને તેમના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. આ ઘર્ષણ દરમિયાન હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.