આજે દિલ્હીમાં અમિત શાહની ઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક : કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસ ના સંક્રમણથી હાલાત બેકાબૂ થઈ રહ્યા છે. દિલ્હીમાં શનિવારે પણ સતત બીજીવાર બે હજારથી વધુ કેસ નોંધાયા. હવે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૩૯ હજાર નજીક પહોંચી ગઈ છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે દિલ્હીના ઉપરાજ્યપાલ અકિલા અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ અલગથી દિલ્હીના ત્રણેય નગર નિગમ અને નિગમ પદાધિકારીઓ સાથે પણ એક બેઠક યોજશે. કેજરીવાલ ૧૭ જૂનના રોજ પીએમ મોદી સાથે પણ બેઠક અકીલા કરશે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન મુજબ દિલ્હીમાં શનિવારે ૨૧૩૪ નવા કેસ આવ્યાં. ત્યારબાદ હવે સંક્રમિતોની સંખ્યા વધીને ૩૮,૯૫૮ થઈ ગઈ છે. જ્યારે એક જ દિવસમાં ૫૭ લોકોના મૃત્યુ થયાં. દિલ્હીનો કોરોનાથી મૃત્યુનો આંક વધીને ૧૨૭૧ થયો છે. આવું બીજીવાર બન્યું છે કે એક જ દિવસમાં સંક્રમણના ૨ હજારથી વધુ કેસ આવ્યાં છે. આ અગાઉ શુક્રવારે ૨૧૩૭ કેસ સામે આવ્યાં હતાં. કોરોના વાયરસથી સંક્રમણના કેસમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે અને તામિલનાડુ બીજા નંબરે છે. જ્યારે દિલ્હી કોરોનાના કેસના મામલે દેશમાં ત્રીજા નંબરે છે. શાહની ઓફિસ દ્વારા કરાયેલી એક ટ્વિટમાં કહેવાયું કે ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ ૧૯ના સંદર્ભે સ્થિતિની સમીક્ષા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી અને એસડીએમએના સભ્યો સાથે ૧૪ જૂનના રોજ સવારે ૧૧ વાગે બેઠક કરશે. એમ્સના ડાઈરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તેના ગણતરીના કલાકો બાદ ગૃહમંત્રીના કાર્યાલય તરફથી જાહેરાત કરાઈ કે રવિવારે જ દિલ્હીના ત્રણેય નગરનિગમ ઉત્તર, દક્ષિણ અને પૂર્વના મેયરો અને ટોચના અધિકારીઓ સાથે અલગથી બેઠક થશે. બૈજલની આ સૂચનો આપનારી સમિતિમાં આઈસીએમઆરના ડાઈરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવ,Disaster management authority ના સભ્ય કૃષ્ણ વત્સ અને કમલ કિશોર, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા, ડીજીએચએસના ડો.રવિન્દ્રન અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડાઈરેક્ટર સુરજીતકુમાર સિંહ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.