આ છે સૌથી અમીર ગામ, દરેક ગામવાસીના ખાતામાં છે 1 કરોડ રૂપિયા

રાષ્ટ્રીય
China's richest village
રાષ્ટ્રીય

ગામનો ઉલ્લેખ થતાં જ કાચા મકાનો, ઝૂંપડાં, કાચા રસ્તા વગેરેના ચિત્રો મનમાં આવી જાય છે. જો કે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે પરંતુ હજુ પણ મોટાભાગના ગામડાઓની સ્થિતિ બહુ સારી નથી. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ કહે કે એક એવું ગામ છે જ્યાં લોકોની આવક લાખોમાં છે અને બધા આલીશાન મકાનોમાં રહે છે, તો તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઈ જાય. જો કે એક ગામ છે જ્યાં આ તમામ સુખ-સુવિધાઓ છે, એટલું જ નહીં, આ ગામ (China’s richest village) ઘણા મોટા મેટ્રો શહેરોથી પણ આગળ નીકળી ચૂક્યું છે.

ગામના દરેક વ્યક્તિની બેંકમાં 10 લાખ યુઆન

અમે ચીનના જિયાંગસુ પ્રાંતમાં આવેલા હુએક્સી ગામની વાત કરી રહ્યા છીએ. અત્યાર સુધી આ ગામને ચીનનું સૌથી ધનિક ગામ કહેવામાં આવતું હતું. તેની પાછળનું કારણ હુએક્સી ગામમાં વિપુલ પ્રમાણમાં સુવિધાઓ છે. આ ગામની સામે સૌથી મોટું શહેર પણ ઝાંખું પડવા લાગે છે. જો આપણે અહીંના લોકોના પગાર/આવક વિશે વાત કરીએ, તો તે કોઈપણને આશ્ચર્યચકિત કરી શકે છે. એક અહેવાલ મુજબ, આ ગામના 2,000 રહેવાસીઓમાંથી દરેકની બેંકમાં 10 લાખ યુઆન (10 કરોડ 10 લાખ રૂપિયા)થી વધુ છે. અહીં દરેક વ્યક્તિ વિલામાં રહે છે અને લક્ઝરી કાર ધરાવે છે.

દરેક વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખની આસપાસ

હ્યુઆક્સી ગામને એક સમયે ‘સમાજવાદી અર્થતંત્ર’ના આદર્શ ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ ગામ તેની સમૃદ્ધિ અને લક્ઝરીના કારણે ‘ચીનનું સૌથી ધનિક ગામ’ તરીકે જાણીતું હતું, તેમ છતાં તેનું ‘વિકાસ મોડલ’ હંમેશા વિવાદમાં રહ્યું છે. આ ગામમાં રહેતા લગભગ દરેક વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ રૂપિયાની નજીક હતી, જે ચીનના એક ખેડૂતની સરેરાશ આવક કરતાં લગભગ 40 ગણી છે. તેની આર્થિક શક્તિ બતાવવા માટે આ ગામે 2011માં તેની ગગનચુંબી ઇમારત બનાવવા માટે ત્રણ અબજ યુઆન (33 અબજ રૂપિયાથી વધુ) ખર્ચ્યા હતા. અહીં બનેલી 72 માળની ઇમારતને હ્યુએક્સીનું હેંગિંગ વિલેજ કહેવામાં આવે છે. આ ગામમાં ડઝનબંધ ગગનચુંબી ઈમારતો છે.

ખેડૂતોએ જૂથમાં ખેતી કરવાનું શરુ કર્યું

આમ તો હુએક્સી એ એક કૃષિપ્રધાન ગામ છે. પરંતુ અહીંના ખેડૂતોએ એક એવો વિચાર અપનાવ્યો, જેના કારણે આ ગામની ગણના વિશ્વના સૌથી અમીર ગામોમાં પણ થવા લાગી. ચાઈનીઝ મીડિયા અનુસાર, 60ના દાયકામાં જ્યારે આ ગામ વસ્યું ત્યારે તે એટલું વિકસિત નહોતું. પરંતુ બાદમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા વુ રેનવાઓએ આ ગામનો ચહેરો બદલી નાંખ્યો. અહીંના દરેક ખેડૂતે ટુકડાને બદલે જૂથોમાં ખેતી કરવાનું શરૂ કર્યું. સામૂહિક ખેતીને કારણે લોકોને ઘણો ફાયદો થયો. આ ઉપરાંત હ્યુઆક્સી ગામે તેના લોખંડ અને સ્ટીલ ઉદ્યોગનો વિકાસ કર્યો. 21મી સદીની શરૂઆત સુધીમાં, હુએક્સી પાસે 100થી વધુ કંપનીઓ હતી, જેમાં લોખંડ, સ્ટીલ અને તમાકુના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે.

હુએક્સી ગામ 465 કરોડના દેવામાં હતું

જોકે, 2008 પછી અહીંનો સ્ટીલ ઉદ્યોગ ઘટ્યો અને વધુ ઉત્પાદન એક સમસ્યા બની ગયું. ધીરે ધીરે આ સમસ્યા વધતી ગઈ. ગયા વર્ષે જાન્યુઆરીમાં એક રિપોર્ટ અનુસાર, હુએક્સી ગામ 465 કરોડના દેવામાં હતું. 2013માં હ્યુએક્સીના સર્જક વુ રેનબાઓના મૃત્યુ પછી તેમના પુત્ર વુ જિએને હુએક્સી ગ્રુપના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો. વુ પરિવારના અન્ય સભ્યો પણ આ ગામમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ ધરાવે છે. ટીકાકારો કહે છે કે આ ગામ હવે ‘એક પરિવાર દ્વારા શાસિત સામંતવાદી વિશ્વ’ બની ગયું છે.

હુએક્સી ગામ નાદારીના આરે

હાલમાં હુએક્સી વિલેજ ગ્રૂપને આર્થિક મદદ માટે સરકારી સહાય આપવામાં આવી રહી છે, પરંતુ તેના કારણે તે કેટલો સમય ચાલશે તે અંગે શંકા છે. સામૂહિક ભંડોળના શંકાસ્પદ ગેરવહીવટ અને નબળા રોકાણના નિર્ણયો પછી ગામ નાદારીની આરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.