વાવ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન
ગુજરાતમાં આવનાર ૨૦૨૨ની ચુંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ તેમજ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગામડાઓના પ્રવાસ થકી વાવ સુઈગામ તેમજ ભાભર તાલુકા સમિતિની ઉત્તર ગુજરાતના પ્રભારી વીરેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક બોલાવી હતી. ચાઈ પે ચર્ચા સાથે પાર્ટીના કાર્યકરો તેમજ હોદ્દેદારો સાથે સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ સ્થાનિક નવું માળખું બનાવવા તાલુકા સમિતિઓમાં વિસ્તૃત સંવાદ કર્યો હતો. વધુમાં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા દ્વારા આવનાર સમયમાં વાવ વિધાનસભાથી લઈ માં અંબાજી સુધી પદયાત્રા યોજાવાની છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમ માં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કે.પી ગઢવી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમીરામભાઈ આશલ, ભચાભાઈ આહીર, તાલુકા સમિતિ પ્રમુખ વાવ નરસેંગભાઈ સોલંકી તેમજ પૂર્વ તાલુકા સમિતિના પ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી સહિત ઈશ્વરભાઈ તલાટી મોરિખા વિધાનસભાના પ્રમુખ વિક્રમ સેગલ સહીત પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.