ઉત્તરાખંડના ટિહરી-ગઢવાલમાં ભયંકર અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

રાષ્ટ્રીય
vehicle fall in Ditch
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘુત્તૂ-ધનસાલી માર્ગ પર વાહનના ખીણમાં પડવાથી (vehicle fall in Ditch) 5 લોકોના મોત થઈ ગયા છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઓફિસરના જણાવ્યા અનુસાર, 8 લોકો વાહનમાં સવાર હતા. 3 ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ તપાસ બાદ જાણી શકાશે.

ઘુત્તુ-ઘનસાલી મોટર માર્ગ પર બની ઘટના

ગુરુવારે, ટિહરીના ભીલંગના બ્લોકમાં ઘુત્તુ-ઘનસાલી મોટર માર્ગ પર એક યુટિલિટી વાન ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ તહસીલ પ્રશાસન, પીડબલ્યુડી વિભાગ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

યુટિલિટી વ્હીકલ અચાનક કાબૂ બહાર થયું

SDRF અને પોલીસે ઘાયલો અને મૃતકોને ખાઈમાં નીચે ઉતારીને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત યુટિલિટી વ્હીકલ 8 મુસાફરો સાથે સઈદ ગામથી ઘુત્તુ જઈ રહ્યું હતું. પોખર નજીક યુટિલિટી વ્હીકલ અચાનક કાબૂ બહાર જઈને ઊંડી ખીણમાં પડી ગયું, જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને એમ્બ્યુલન્સની મદદથી નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર પિલખીમાં મોકલવામાં આવ્યા છે.

5 જૂનના રોજ ઉત્તરકાશીમાં થયો હતો અકસ્માત

ઉલ્લેખનીય છે કે, 5મી જૂનના પણ ઉત્તરકાશીમાં એક બસને અકસ્માત થયો હતો. આ બસમાં 28 લોકો હતા જેમાં 25ના મોત થયા હતા. આ લોકો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના તીર્થયાત્રી હતા. આ અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.