![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/06/Rakhewal-1-14.jpg)
પોપટલાલે લવ મેરેજ કરવાં પરિવાર સાથે કરી હતી બબાલ
મુંબઈ, પત્રકાર પોપટલાલ’ એટલે કે શ્યામ પાઠક ગત ૧૪ વર્ષથી લગ્ન માટે યુવતી શોધી રહ્યો છે અને તેની શોધ પૂર્ણ થઇ નથી. આજે તેનાં જન્મ દિવસે આપણે તેની રિઅલ લાઇફ વિશે કેટલીક વાત કરીએ જે કદાચ તમે જાણતા નથી. પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ગત ૧૪ વર્ષથી લગ્ન માટે યુવતી શોધી રહ્યો છે અને તેની શોધ પૂર્ણ થઇ નથી. શ્યામ પાઠકે પોપટલાલનાં કિરદારને એટલી સુંદરતાથી અદા કર્યું છે કે, લોકો તેને રિઅળ લાઇફમાં પણ પોપટલાલ કહીને જ બોલાવે છે.
સ્ક્રીન પર કુંવારા દેખાતા ‘પોપટલાલ’નાં રિઅલ લાઇફમાં લગ્ન થઇ ગયા છે. અને તે ત્રણ બાળકોનાં પિતા છે. શ્યામ પાઠકે વર્ષ ૨૦૦૩માં રેશમી સાથે લગ્ન કર્યા હતાં. જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેની સાથે હતી. બંનેની નજરો લડી અને પ્રેમ થઇ ગયો હતો. શ્યામ પાઠકે રેશ્મી સાતે લવ મેરેજ કર્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનાં ઘરવાળા આ સંબંધની વિરોધમાં હતા તેથી તેનાં પરિવારથી બબાલ કરીને તેમણે રેશમી સાથે લગ્ન કર્યા હતાં.
પત્રકાર પોપટલાલ રિયલ લાઇફમાં ત્રણ બાળોનો પિતા પણ છે. અને તેને એક દીકરી અને બે દીકરા છે. રિઅલ લાઇફમાં પોપટલાલનાં લગ્નને ૧૯ વર્ષ થઇ ગયા છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, તેણએ ૨૦૦૭માં સુપરહિટ ચાઇનીઝ ફિલ્મ લસ્ટમાં કામ કર્યું છે. ૧૫ ઓગસ્ટ ૨૦૦૮ સુધી આ ઉત્તર અમેરિકાની પાંચમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શ્યામે જ્વેલરી દુકાનદારનો રોલ અદા કર્યો હતો. તેણે ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેને નેમ અને ફેઇમ ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી હતી.