સ્મોકિંગ છોડવા પર સરકાર આપી રહી છે 40 હજાર રૂપિયા!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ધૂમ્રપાનનું પ્રમાણ ઘટાડવા માટે એક શહેરમાં પાયલોટ કાઉન્સિલ સ્કીમનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાં ધૂમ્રપાન છોડનાર વ્યક્તિને લગભગ 20 હજાર રૂપિયા રોકડા આપવાની જોગવાઈ છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને બમણી રકમ આપવામાં આવશે. આ સ્કીમ યુકેના એક શહેરમાં લાવવામાં આવી રહી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ત્યાં ધૂમ્રપાનનું પ્રમાણ ઘટી રહ્યું નથી. ધૂમ્રપાનના આંકડાઓને જોતા બ્રિટનના ચેશાયર ઈસ્ટમાં ગર્ભવતી મહિલાઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવી છે.

ધૂમ્રપાન છોડવાનો દાવો કરનારે એક ટેસ્ટમાંથી પસાર થવું પડશે

યોજના અનુસાર, ત્યાં ધૂમ્રપાન છોડનારાઓને લગભગ 20 હજાર રૂપિયા અને ગર્ભવતી મહિલાઓ જો ધૂમ્રપાન છોડશે તો લગભગ 40 હજાર રૂપિયા આપવામાં આવશે. જો આ યોજના અસરકારક સાબિત થશે તો દેશના અન્ય ભાગોમાં પણ તેને લાગુ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન છોડવાનો દાવો કરે છે, તો તેણે એક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. તેમના દાવાને સાબિત કરવા માટે તેઓએ શ્વાસ બહાર કાઢતા કાર્બન મોનોક્સાઇડ પરીક્ષણો આપવા પડશે.

વાર્ષિક 4.4 લાખ રૂપિયા સ્મોકિંગ પાછળ ખર્ચે છે લોકો

ધૂમ્રપાન છોડનારને 20 હજાર અને ગર્ભવતી મહિલાઓને 40 હજાર રૂપિયા આપવામાં આવશે. ચેશાયર ઈસ્ટ કાઉન્સિલનો અહેવાલ જણાવે છે કે એવા મજબૂત પુરાવા છે કે નાણાકીય પ્રોત્સાહન યોજનાઓ ધૂમ્રપાન છોડવા માંગતા લોકોને મદદ કરવાની અસરકારક રીત છે. રિપોર્ટ અનુસાર જે લોકો દિવસમાં 20 વખત ધૂમ્રપાન કરે છે તેઓ વાર્ષિક 4.4 લાખ રૂપિયા સ્મોકિંગ પાછળ ખર્ચે છે. આ સિવાય ફેફસાના કેન્સરના 70 ટકા કેસ ધૂમ્રપાનથી સંબંધિત છે. આ સિવાય ધૂમ્રપાનને કારણે પણ ઘણી બીમારીઓ થાય છે. રિપોર્ટ અનુસાર આ યોજના માટે લગભગ 1 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. એક સમિતિ જુલાઈમાં કાઉન્સિલ સમક્ષ આ યોજના રજૂ કરવાની વાત કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.