ઓપ્પો એફ 21 પ્રો માટે ઉપભોક્તાઓમાં જબરદસ્ત ઘેલું : 68 ટકાની એકંદર વૃદ્ધિ પ્રાપ્ત કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વૈશ્વિક સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ ઓપ્પો દ્વારા તેના લોન્ચથી એફ 21  પ્રોની અદભુત સફળતાની ઘોષણા કરવામાં આવી છે. આ ડિવાઈસે એકંદરે અધધધ 68 ટકા વૃદ્ધિ નોંધાવી છે. આ ડિવાઈસને દેશભરમાંથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેમાં ટોચની 10 બજારોએ ડિવાઈસના વેચામણાં 55 ટકાથી વધુ યોગદાન આપ્યું છે. આમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેન્ગલોર, પુણે, જયપુર અને કોલકતા વગેરે જેવાં શહેરોનો સમાવેશ થાય છે.

ઓપ્પો એફ 21  પ્રો સિરીઝની સફળતા પર રોમાંચિત ઓપ્પો ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર દમયંત ખાનોરિયાએ જણાવ્યું હતું કે,“ઓપ્પો એફ -સિરીઝને પેઢી પર પેઢી ઉપભોક્તાઓ દ્વારા અત્યંત ઉત્તમ આવકાર આપ્યો છે અને ઓપ્પો એફ 21  પ્રોએ આ સફળતાને નવી ઊંચાઈ પર મૂકી દીધી છે. પ્રોડક્ટની સફળતા ઉદ્યોગ પ્રથમ ફાઈબર ગ્લાસ લેધર ડિઝાઈન, ઉદ્યોગમાં પ્રથમ ફ્લેગશિપ સોની IMX709 સેલ્ફી કેમેરા અને ગ્રાહકો અને તેમની જરૂરતોની ઊંડાણથી સમજને આધારે ગો-ટુ- માર્કેટ વ્યૂહરચના વચ્ચે ઉત્તમ સુમેળનો દાખલો છે. એકંદરે અમે સફળતા માટે રેસિપી નિર્માણ કરી છે.”

ઓપ્પો એફ 21  પ્રો યુવા ટ્રેન્ડસેટરો ચાહે છે તે ઉદ્યોગના પ્રથમ અને સેગમેન્ટમાં પ્રથમ ફીચર્સ ઓફર કરે છે. ઓપ્પો એફ 21   પ્રો પર 32MP સેલ્ફી કેમેરા જેવી અત્યાધુનિક ટેકનોલોજી, જેને સેગમેન્ટમાં પ્રથમ ફલેગશિપ સોની IMX709 સેલ્ફી કેમેરા સેન્સરનો ટેકો છે તે સાથે આ ડિવાઈસે સ્માર્ટફોન સેલ્ફી શૂટિંગમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. હેન્ડસેટ સેગમેન્ટમાં પ્રથમ 2MP માઈક્રોલેન્સ સાથે સમૃદ્ધ છે, જે 15x/30x મેગ્નિફિકેશન પૂરું પાડે છે. ડિવાઈસ યુવા દર્શકોમાં અજાયબી સર્જી રહ્યું છે અને સર્વ ચેનલોમાં તેનો અદભુત પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે. ડિવાઈસ ઓપ્પોના નવા ColorOS 12 સાથે આવે છે, જેમાં પ્રાઈવસી માટે સ્માર્ટ નોટિફિકેશન હાઈડિંગ ફીચરનો સમાવેશ થાય છે, જેમાં મેસેજીસ પોપ અપ થાય ત્યારે તમારા સ્ક્રીન પર અન્ય કોઈક જુએ તેને ફોન ડિટેક્ટ કરતાં નોટિફિકેશન કન્ટેન્ટ છુપાવે છે. ઉપરાંત એફ 21   પ્રોને લોન્ચથી બે એન્ડ્રોઈડ અપગ્રેડ્સ અને લોન્ચ પછી 4 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ્સ પ્રાપ્ત થયા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.