ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્ક પર છે આ ગંભીર આરોપ
હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી હાલમાં જોની ડેપ અને એમ્બર હર્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પૂર્વ યુગલ છેલ્લા 6 અઠવાડિયાથી એકબીજા સામે માનહાનિનો કેસ લડી રહ્યું છે. કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે પ્રથમ વખત વિશ્વના પ્રખ્યાત અબજોપતિ એલોન મસ્કે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. એલોન મસ્કે ટ્વીટ કરીને પોતાની વાત રાખી છે અને બંને સુપરસ્ટાર્સને ‘મૂવ ઓન’ કરીને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.
એમ્બર હર્ડ જોની ડેપની પત્ની હતી તેને એલન મસ્કે ત્યારે ડેટ કરી
I hope they both move on. At their best, they are each incredible.
— Elon Musk (@elonmusk) May 28, 2022
ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કનું આ ટ્વીટ એટલા માટે પણ ખાસ છે કારણ કે કોર્ટરૂમમાં તેમના અને એમ્બર હર્ડના અફેરથી લઇને થ્રીસમ સેક્સમાં સામેલ થવાની પણ ચર્ચા થઈ છે. એલોન મસ્કે કથિત રીતે એમ્બર હર્ડને જ્યારે તે જોની ડેપની પત્ની હતી ત્યારે ડેટ કરી છે. શનિવારે ટ્વિટર પર એક ટ્વીટના જવાબમાં એલોન મસ્કે લખ્યું, ‘હું આશા રાખું છું કે બંને જીવનમાં મૂવ ઑન કરશે. બંને પોતપોતાની રીતે અદ્ભુત છે.’
જોની ડેપ વિરુદ્ધ એમ્બર હર્ડની ટ્રાયલમાંથી શીખી આ 5 વાતો
એલોન મસ્કનું આ ટ્વીટ લેક્સ ફ્રિડમેનના ટ્વીટના જવાબમાં આવ્યું છે, જેમાં લેક્સે લખ્યું છે કે, ‘આ 5 વસ્તુઓ છે જે મેં જોની ડેપ વિરુદ્ધ એમ્બર હર્ડની ટ્રાયલમાંથી શીખી છે.
1. ખ્યાતિ એટલે કે ફેમ કેટલાક લોકો માટે નરકની દવા જેવી છે.
2. મનોચિકિત્સક અને વકીલની આવડત અલગ પ્રકારની હોય છે.
3. માણસ ઈચ્છે તો લાખો લોકો સાથે જુઠ્ઠું બોલી શકે છે.
4. પ્રેમ ઘણી ગરબડ થઈ શકે છે. અને
5. વાઇનનો મેગા પોઇન્ટ પણ હોય છે.
એલોન મસ્ક પર શું આરોપ છે?
બુધવારે, જોની ડેપે કોર્ટરૂમમાં જુબાની આપી હતી કે, તેણે તેના ભૂતપૂર્વ ટેલેન્ટ એજન્ટને એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે એમ્બર હર્ડ અને એલોન મસ્કના અફેર વિશે વાત કરી હતી. એલોન મસ્ક પર એમ્બર હર્ડ અને અન્ય એક મોડલ સાથે સેક્સ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. જો કે, એમ્બર હર્ડે જણાવ્યું હતું કે, તે મેટ ગાલામાં જોની ડેપ સાથે ઊભી હતી ત્યારે તે પ્રથમ વખત એલોન મસ્કને મળી હતી. તે પહેલા તે તેને ઓળખતી પણ નહોતી.
એમ્બર હર્ડે જોની ડેપ પર $100 મિલિયનનો દાવો કર્યો
જોની ડેપે એમ્બર હર્ડના ઑપિનિયન આર્ટિકલના આધારે ડિસેમ્બર 2018માં એમ્બર હર્ડ પર $50 મિલિયનનો બદનક્ષીનો દાવો કર્યો છે. જવાબમાં, એમ્બર હર્ડે જોની ડેપર પર $100 મિલિયનનો દાવો કર્યો છે. આ બંને 2015થી 2017 સુધી પતિ-પત્ની હતા. લગભગ 2 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ મે 2016માં એમ્બર હર્ડે ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા જ્હોન ડેપથી છૂટાછેડા માટે અરજી કરી હતી.
Tags Amber Heard case