મૂસેવાલાની હત્યા બાદ મીકા સિંહની સુરક્ષા વધારવામાં આવી

ફિલ્મી દુનિયા

જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ જોધપુરમાં સિંગર મીકા સિંહને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. મીકા સિંહ અત્યારે જોધપુરમાં પોતાના રિયાલિટી શૉ મીકા દી વોટીનું શૂટિંગ કરી રહ્યા છે. આવામાં જોધપુર પોલીસ કમિશ્નરે હોટલની બહાર પોલીસ તૈનાત કરી છે.

મૂસેવાલાની હત્યા બાદ પોલીસ સતર્ક

કેટલાક પોલીસ કર્મચારીઓને હોટલની અંદર પણ તૈનાત કરવામાં આવ્યા છે. ડીસીપી ભુવન ભૂષણ યાદવે ફોન પર જણાવ્યું કે, પંજાબી સિંગરની હત્યા બાદ અમે મીકાની સુરક્ષા વધારી દીધી છે. જો કે મીકા તરફથી અમને કોઈ ઇનપુટ નથી મળી, પરંતુ અમે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સાવધાની રાખતા તેમની સુરક્ષા વધારી છે.

મૂસેવાલા મીકાનો ખાસ દોસ્ત

પોતાના દોસ્ત સિદ્ધુ મૂસેવાલાની હત્યાની મીકાએ સોશિયલ મીડિયા પર સતત ટીકા કરી છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મીકા સિંહનો ખાસ દોસ્ત હતો. મીકાના ટ્વીટ બાદ હોટલ ધ ઉમ્મેદમાં સુરક્ષાને જોતા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જોધપુરમાં સ્વયંવર મીકા દી વોટી રિયાલિટી શૉનું શૂટિંગ છેલ્લા 3 અઠવાડિયાથી ચાલી રહ્યું છે. બનાડ પોલીસ સ્ટેશન અધિકારી સીતારામ ખોજાએ જણાવ્યું કે, પોલીસ કર્મચારી હોટલની બહાર તૈનાત કરવામાં આવ્યા છે અને ચેતક ગાડી સતત હોટલની આસપાસ રાઉન્ડ કરશે.

મૂસેવાલાની મોત પર રાજનીતિ કરનારાઓ પર મીકા બગડ્યો

સિદ્ધુ મૂસેવાલાની જ્યારથી હત્યા થઈ છે ત્યારથી સિંગર મીકા સિંહ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. સિંગરના મોત પર રાજનીતિ કરનારાઓ પર પણ મીકા સિંહે ગુસ્સો ઉતાર્યો છે. સિદ્ધુના મોત બાદ મીકા સિંહે ટ્વીટ કર્યું હતું કે, તેને પહેલા પંજાબી હોવા પર ગર્વ થતો હતો, પરંતુ હવે શરમ આવે છે. જે રીતે પંજાબમાં જ પંજાબીઓએ સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કરી તેને મીકાએ શરમજનક ગણાવ્યું છે.

એકબીજા પર આરોપ લગાવવા કરતાં અપરાધીઓને પકડો

એક અન્ય ટ્વીટમાં મીકા સિંહે કહ્યું કે, કેમ સોશિયલ મીડિયા પર હત્યા કરીને તેના વખાણ કરનારાઓને પકડવામાં નથી આવતા? આવા પેજ કેમ બેન નથી થતાં? તેમનું કહેવું છે કે, એકબીજા પર આરોપ લગાવવાથી સારું એ છે કે આ મૂર્ખ લોકોને પકડો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.