ભારત કૃષિ ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આઈ ઓ ટેક વર્લ્ડ એવિએશન, ભારતની એકમાત્ર ‘ડી જી સી એ’ માન્ય ડ્રોન ઉત્પાદક કંપની છે, જે કૃષિ માટે દર મહિને ૧૦૦૦ ડ્રોનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, તેના દ્વારા પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ચાલી રહેલા ડ્રોન મહોત્સવ-૨૦૨૨માં, ભારતનું  પ્રથમ કૃષિ ડ્રોન સેવા એપ્લિકેશન, “એગ્રીનેટ” સબમિટ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

ડ્રોન સેવા એપ્લિકેશન, એગ્રીનેટ એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના દ્વારા ખેડૂત અને ડ્રોન સેવા પ્રદાતાઓ વચ્ચે જોડાણ સ્થાપિત થાય છે. એગ્રીનેટ દ્વારા, ખેડૂતો છંટકાવ વગેરે જેવા કૃષિ ઉપયોગો માટે ડ્રોન ભાડે લઈ શકે છે, ડ્રોન પાયલોટ તાલીમ માટે નોંધણી કરાવી શકે છે અને ડ્રોન સંબંધિત માહિતી મેળવી શકે છે. બીજી તરફ, એગ્રીનેટ  દ્વારા ડ્રોન માલિકોને ઉદ્યોગસાહસિક બનવાની તક પણ આપે છે. તેઓ સેવાઓ પ્રદાન કરવા માટે સેવા પ્રદાતા તરીકે અહીં પોતાની નોંધણી કરાવી શકે છે. એગ્રીનેટ  દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓની ગુણવત્તા સમીક્ષા પ્રક્રિયા દ્વારા આઈ ઓ એ ટેક દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે.

એગ્રીનેટ ઉપરાંત,આઈ ઓ ટેકએ તેના કૃષિ ડ્રોન એગ્રીબોટનું નવું પોર્ટેબલ મોડલ પણ લોન્ચ કર્યું છે, જે પાકના સ્વાસ્થ્યની આગાહી કરવા માટે ખેતરમાં બાઇક પર રાખી ચલાવી શકાય છે. તે સામાન્ય રીતે પાકને અસર કરતી જીવાતો અને રોગોને ઓળખવા માટે  ‘એઆઈ’ નો ઉપયોગ કરે છે અને તેનો ઉકેલ લાવવા માટે ઝડપી અને અસરકારક પગલાં સૂચવે છે. તે ચોક્કસ જમીન માપવા અને દવાનો છંટકાવ વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.

આઈ ઓ ટેક વર્લ્ડ નેવિગેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને સહ-સ્થાપક અનુપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “ડ્રોન માત્ર ખેડૂતોને ઉત્પાદન વધારવામાં અને સંસાધનોનો બગાડ અટકાવવામાં જ મદદ કરી શકતા નથી, પરંતુ તેઓ મોટા ખેતરોની દેખરેખ પણ કરી શકે છે જ્યાં માનવીઓ માટે જવું મુશ્કેલ છે.” અમે એગ્રીનેટ લોન્ચ કરીને ખેડૂતોને સરળતાથી ડ્રોન ચલાવવામાં મદદ કરી રહ્યા છીએ, જ્યારે બીજી તરફ, એગ્રેનેટ એક એવું વાતાવરણ પણ બનાવી રહ્યું છે જ્યાં નાના અને મધ્યમ હોલ્ડિંગ ખેડૂતો અદ્યતન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં સમર્થ બને છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.