HDFC બેંકના 100 ગ્રાહકો રાતોરાત બન્યા કરોડપતિ, એકાઉન્ટમાં જમા થયા 13-13 કરોડ રૂપિયા

Business
Business

તમિલનાડુમાં HDFC બેંકે તેના 100થી વધુ ગ્રાહકોને એક દિવસ માટે કરોડપતિ બનાવી દીધા. રવિવારે બેંકે તેમના ખાતામાં 13-13 કરોડ રૂપિયા મોકલ્યા હતા. જોકે, થોડાક જ સમય પછી ગ્રાહકોની આ ખુશી ઓસરી ગઈ. દેશની આ મોટી બેંક દ્વારા કરવામાં આવેલી ભૂલ હવે ચર્ચાનો વિષય બની છે.

100 ગ્રાહકોના ખાતામાં 13 કરોડ જમા થયાં

ચેન્નાઈના ટી. નગરમાં સ્થિત HDFC બેંકની શાખા સાથે સંકળાયેલા 100 ગ્રાહકોને એક SMS મળ્યો હતો. મેસેજ દ્વારા બેંકે દરેક ગ્રાહકને કહ્યું હતું કે, તેમના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. મતલબ કે બેંક દ્વારા કુલ રૂ. 1300 કરોડ રૂપિયા જમા થયા હોવાના મેસેજ મોકલવામાં આવ્યા હતા. ખાતામાં આટલી મોટી રકમ આવતાની સાથે જ ગ્રાહકના હોશ ઉડી ગયા. ત્યારબાદ ગ્રાહકોએ એકાઉન્ટ હેક થયું હોવાના ડરે પોલીસને જાણ કરી હતી.

બ્રાન્ચમાં સોફ્ટવેર પેચની પ્રક્રિયા ચાલી રહી હતી

પોલીસે બેંક શાખાના અધિકારીઓનો સંપર્ક કર્યો, ત્યારબાદ કહેવામાં આવ્યું કે કોઈ ટેકનિકલ ખામીના કારણે SMS ગયો હતો. જાણવા મળ્યું કે, બ્રાન્ચમાં સોફ્ટવેર પેચની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. જો કે, સમસ્યા ચેન્નાઈની HDFC બેંકની એક જ શાખાના કેટલાક ખાતાઓ સુધી મર્યાદિત હતી.

ટેકનિકલ ખામીના કારણે થઈ મોટી ગરબડ

એચડીએફસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ માત્ર ટેકનિકલ ખામીને કારણે થયું છે. કોઈ હેકિંગ થયું નથી અને 100 ગ્રાહકોના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા નથી. ભૂલને કારણે, માત્ર મેસેજ જ પહોંચ્યો હતો. બેંકના સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, માહિતી મળતાં જ અમે આ ખાતામાંથી પૈસા નીકાળવા ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. આ સમય દરમિયાન ફક્ત ખાતામાં પૈસા જ જમા કરાવી શકાશે. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી, આ પ્રતિબંધ દૂર કરવામાં આવશે નહીં.

રવિવારે 80 ટકા સમસ્યા ઠીક કરવામાં આવી

અધિકારીઓનો દાવો છે કે રવિવારે 80 ટકા સમસ્યા ઠીક થઈ ગઈ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે IT રિટર્ન ફાઇલ કરતી વખતે ગ્રાહકોને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ પણ ચોક્કસપણે ઉકેલવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.