જ્હોન અબ્રાહમની ‘મુંબઈ સાગા’, રણબીર-સંજય દત્તની ‘શમશેરા’નું શૂટિંગ ટૂંકમાં શરૂ થશે

ફિલ્મી દુનિયા

મુંબઇ,
કોરોના વાઈરસને કારણે ૧૯ માર્ચથી ટીવી તથા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ બંધ છે. ત્યારબાદ દેશમાં લાકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે, સરકારે લાકડાઉન ધીમે ધીમે ખોલવાનું શરૂ કર્યું છે. સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. ટીવીના શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્્યતા છે. બોલિવૂડ પણ હવે ધીમે ધીમે શૂટિંગ કરવાનું વિચારી છે. સંજય ગુપ્તાની ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’નું શૂટિંગ જુલાઈમાં હૈદરાબાદમાં કરવામાં આવશે.
એક્શન પેક્ડ આ ફિલ્મનુ શૂટિંગ લાકડાઉન પહેલાં મુંબઈના રિયલ લોકેશનમાં થતું હતું. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મનું ૧૨ દિવસનું શૂટિંગ બાકી છે અને હવે આ શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં કરવામાં આવશે. સંજય ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં હતું કે તેઓ ટેકનિકલ સ્ટાફ તથા ક્રૂ મેમ્બરની મદદથી રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરશે. શૂટિંગ સ્ટૂડિયોમાં જ કરવાનું હોવાથી જાખમ ઘટી જશે. અહીંયા બાર દિવસનું શૂટિંગ કરવામાં આવશે. લાકડાઉન દરમિયાન ઘરેથી જ ફિલ્મનું એડિટિંગ કરવામાં આવ્યું હતું. જાકે, ફિલ્મને તૈયાર થતાં હજી ચાર મહિનાનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર, જેકી શ્રોફ, રોહિત રોય તથા ગુલશન ગ્રોવર જેવા કલાકારો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.