બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરના લગ્નને ત્રણ વર્ષ થયા, હવે ઓફિશિયલી જાહેરાત કરી

ફિલ્મી દુનિયા

મુંબઇ,

બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુરે હાલમાં જ પોતાનો નવો મ્યૂઝિક વીડિયો ‘દિલ કા ફિતૂર’ રિલીઝ કર્યો હતો. મોનાલીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં હતું કે તેણે ત્રણ વર્ષ પહેલાં જ સ્વટ્‌ઝરલેન્ડ બેઝ્ડ માઈક રિચર સાથે લગ્ન કરી લીધા હતાં. નવા મ્યૂઝિક વીડિયોમાં માઈક પણ જાવા મળે છે.
મોનાલીએ હતું કે તેણે પોતાના લગ્નની વાત હજી સુધી સોશિયલ મીડિયા કે અન્ય કોઈ જગ્યાએ ઓફિશિયલ કરી નહોતી. ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભૂલથી તેની વેડિંગ રિંગ દેખાઈ ગઈ હતી. આ સમયે તેને અનેક લોકોએ સવાલ કર્યો હતો કે આ તેની વેડિંગ રિંગ છે પરંતુ તેણે સહજતાથી આ સવાલ ટાળી દીધા હતાં. આ રીતે તેણે તથા માઈકે ત્રણ વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી હતી.
મોનાલી હાલમાં પતિ સાથે Âસ્વટ્‌ઝરલેન્ડમાં છે. મોનાલીએ હતું કે તેણે વિધિપૂર્વક હજી સુધી લગ્ન કર્યાં નથી અને તેથી જ તેણે આ વાત કહી નહોતી. તેને ખ્યાલ છે કે તેના લગ્નની વાત સાંભળીને ઈન્ડસ્ટ્રીના તેના મિત્રોને ઘણો જ આઘાત લાગશે. તેણે હજી સુધી લગ્નની વાત તથા વેડિંગ સેરેમની અંગે કોઈ જાહેરાત કરી નહોતી. વધુમાં મોનાલીએ હતું કે તેને ખ્યાલ છે કે તેને બહુ બધી ગાળો પડશે. જાકે, તે વિચારે છે કે તે વેડિગ સેરેમનીમાં બધાને બોલાવશે અને પછી તેઓ ગુસ્સો ભૂલી જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.