વરુણ ધવને ‘કુલી નંબર ૧’નું નવું પોસ્ટર શૅર કર્યું

ફિલ્મી દુનિયા

મુંબઇ,
વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર ૧’ પહેલી મેના રોજ રિલીઝ થવાની હતી. જાકે, કોરોનાવાઈરસને કારણે લાકડાઉન હોવાથી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. હવે, વરુણ ધવને ફિલ્મનું નવું પોસ્ટર શૅર કર્યું હતું.
પોસ્ટરમાં વરુણ ધવને માસ્ક પહેર્યું છે. વરુણ ધવન વ્હાઈટ ટોપી તથા કપાળ પર ચાંદલા સાથે જાવા મળે છે. તેણે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને હતું કે અમે તમને હસાવવા માટે જરૂરથી આવીશું. આ વચન છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ૧૯૯૫માં આવેલી ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર ૧’ની રિમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા કપૂર હતાં. વરુણ ધવન પિતા સાથે ત્રીજીવાર કામ કરી રહ્યો છે. આ પહેલાં વરુણે ‘મૈં તેરા હિરો’ તથા ‘જુડવા ૨’માં કામ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.