ધાનેરામાં કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળતા ૧૦ દિવસ પછી દુકાનો ખુલી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા: ધાનેરા શહેરમાં ગત ૧ જૂનના રોજ બે જેટલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.જેના પગલે નગરપાલિકા વિસ્તાર સહિતના આજુ બાજુ ના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી પ્રવેશ બંધ કરાયો હતો. જેના પગલે આ વિસ્તારમાં આવેલ તમામ દુકાનો ખોલવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જયારે દુકાનો બંધ થતાં વેપારી આલમની હાલત કફોડી બની હતી. આ મામલે વેપારી આગેવાનોએ ધાનેરા પ્રાંત અધિકારી સુધી કન્ટેઇનમેન્ટ વિસ્તાર બાબતે રજુઆત કરતા પ્રાંત અધિકારીએ આ હકીકત જિલ્લા કલેકટરને જણાવતા કલેકટરએ નવા જાહેરનામા નગરપાલિકા વિસ્તારના વેપારી વર્ગને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાઈ હતી.અને કોરોના પાઝિટિવ કેસ વોરવાસ વિસ્તારમાંથી મળ્યા હતા. એ વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો હતો. નગરપાલિકા વિસ્તારની ૧૦૦ જેટલી દુકાનો ખુલતા વેપારી મંડળે પણ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો તો આ તરફ વેપારીઓ તેમજ દુકાન પર આવતા ગ્રહકો સામાજિક અંતર રાખે તેમજ માસ્કનો ઉપયોગ કરે તે માટે દુકાને દુકાને ફરી નગરપાલિકાના કર્મચારીઓ અપીલ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.